Western Times News

Gujarati News

૧૩૩ નિરાધાર લાભાર્થીઓને સ્વેટર ન્યુટ્રીશિયન કિંટસનું વિતરણ કરાયું

(માહિતી) રાજપીપલા, જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા અસહાય પરિવારોના સદસ્યોને

આજે રાજપીપલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર પોતાનું જીવન ગુજારતા ૧૩૩ નિરાધાર લાભાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટે વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખશ્રી તેજશભાઇ ગાંધી, શ્રી કૌશલભાઇ કાપડીયા, શ્રી ઉરેશભાઇ પરીખ અને શ્રી ગુંજનભાઇ મલાવિયા દ્વારા વુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રીશિયન ક્ટિ્‌સનું વિતરણ કરીને આ પરિવારો પ્રત્યે સંવેદનાસભર આગવી પહેલ કરી છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ગત ગરૂવારે રાજપીપલામાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. તદ્દઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર થયેલ ઝ્રદ્ગય્ આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને જિલ્લા સેવા સદન ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું લોકાર્પણ પણ કર્યું હતું.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” બુથની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટના લાભાર્થીઓને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્‌સ તેમજ વિવિધ સરકારી સહાયના લાભો-મંજુરી પત્રોનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ,

અમલીકરણ અધિકારીઓ, દાતાઓ તેમજ લાભાર્થીઓના વિભાગની મુલાકાત લઈ નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર એનજીઓના સ્વયંસેવકો, પક્ષ કાર્યકરો, દાતાઓ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી – કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખશ્રી તેજશભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહેના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા માનવીયતાસભર “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરી વિસ્તારના ૧૩૩ લાભાર્થીઓને પૌષ્ટીક આહાર માટે સીંગ-ચણા,ચીકી

અને ખજૂર સહિતની પૌષ્ટીક ખાદ્ય સામગ્રીની ન્યુટ્રીશિયન ક્ટિ્‌સના વિતરણની સાથોસાથ વુલન સ્વેટર- મંકી ટોપી પુરા પાડીને જરૂરીયાત મંદ લાભાર્થીઓ પ્રત્યે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. વૈષ્ણવ વણિક સમાજના અગ્રણી શ્રી કૌશલભાઇ કાપડીયાએ જણાવ્યું હતું કે, “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” દ્વારા જરૂરીયાતમંદ લોકોને તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ આપી છે. તેની સાથોસાથ તેમને તૈયાર જમવાનું ભોજન જ્યાં હોય ત્યાં પહોંચાડવમાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.