Western Times News

Latest News from Gujarat India

તન્વી રાઠોડ દક્ષિણ કોરિયા ખાતે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ, તન્વી રાઠોડનો જન્મ મુંબઈ શહેરમાં થયો છે અને તેઓ મુંબઈને પોતાના સ્વપ્નોની ભૂમિ તરીકે માને છે અને આ સાથે પોતે ‘મેગ્નેટિક’ લાક્ષણિકતાઓ ધરાવે છે

અને તેઓ હવે અમદાવાદમાં તેના ‘સ્વપ્ન અને જુસ્સા’ને સાથે જીવી રહ્યા છે. તેઓ માત્ર વિશ્વાસ અને ઇચ્છાશક્તિ સાથે મોડેલિંગ અને સ્પર્ધાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. Gujarat’s Pride Mrs. Tanvi Rathod will represent India at International beauty pageant Mrs. Universe 2021 at South Korea for your kind perusal.

મિસિસ ટેલેન્ટેડ ઈન્ડિયા 2018ના ખિતાબની ઉજવણી કરવાનું એક સ્પષ્ટ સ્વપ્ન જીવ્યા પછી, તેણી મિસિસ યુનિવર્સ 2021 (સિયોલ, દક્ષિણ કોરિયામાં યોજાનારી) માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સજ્જ છે.

ગ્લેમર એન્ડ લાઈફસ્ટાઈલ એવોર્ડ 2019 અને મિસિસ ઈન્ડિયન ઓશન 2021 તેમના નામે થઈ ચૂકેલ છે. આ સાથે તેઓએ પ્રખ્યાત કોચ ડો. રીટા ગંગવાણી અને સુશ્રી શવેતા અઠવાલ દ્વારા તાલીમ આપવામાં આવી છે.

સપનું જોવા માટે અને  પૂરું કરવા માટે કોઈ ચોક્કસ ઉમર નથી તેથી તેણીના જીવનના 36 વર્ષ ની ઉમર સાથે 4 વર્ષની છોકરીની માતા બન્યા પછી, તેમના સ્વપ્નને અનુસરે છે અને તેને પૂરું કરી રહ્યા છે. આ સાથે વિશ્વભરમાં 200+ સ્ટેજ શો પણ કર્યા છે.

આગામી સ્પર્ધા વિશે વાત કરતાં જણાવાયું હતું કે, હું હંમેશા મારા જીવનના સૂત્ર સાથે કોઈપણ સ્પર્ધામાં ભાગ લેતી હતી જેમાં મારો મુખ્ય દયેય , ‘આત્મવિશ્વાસી બનો, મજબૂત બનો, તમે છો એ દેખાડો’ એજ રહ્યું છે.

આ  ઈવેન્ટમાં માત્ર ભારતમાંથી જ નહીં, ભારતની બહારની ઘણી મહિલાઓએ પણ ભાગ લીધો છે.  અને હું તે ઇવેન્ટનો ભાગ બનીને ખુબ ખુશ છું. હવે હું દક્ષિણ કોરિયામાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.અને ભારતનું નામ રોશન કરીશ જેનો મને ગર્વ છે.

તેણીએ પોતાના જીવનની  સફરમાં, પરિવાર (માતાપિતા અને પતિ બંનેનો સમૂહ) ખુબજ મહત્વપૂર્ણ માને છે  આ સાથે તેઓ તેમના માતાપિતાને કરોડરજ્જુ માને છે અને તેમની પુત્રી તેમના દિલની ધડકન  છે, જે તેણીને જીવનમાં આવી રહેલ મુશ્કેલીઓને સાથે લડવાનુ અને પ્રશંસાને સાથે જીવવાનું શીખવે છે. આનાથી તેણીનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ મજબૂત બને છે કે અને જીવનમાં દરેક વસ્તુઓ પર ધ્યાન આપવાનું શીખવે છે.

આ કાર્ય સાથે તેઓએ પોતે એક સંસ્થા બનાવવાનું સપનું જોયું છે જે કોઈપણ ખર્ચ વિના સ્પર્ધામાં જોડાવાનું  અને જે વ્યક્તિને જીવનમાં કોચની જરૂર છે તેમને શિક્ષિત કરી શકે અને આ સાથે યોગ્ય જરૂરિયાત પુરી કરી શકે. જીવનના કોઈપણ તબક્કે અને ક્ષેત્રમાં તેણીની ફરજો નિભાવવાની  સાથે જીવનનો મુખ્ય ઉદેશ વફાદારી સાથે જીવવું છે.

તેણીનું જીવન સ્વ પ્રભાવશાળી, દયાળુ, નમ્ર છતાં બહુ-થ્રેડેડ છે. તેણી એક શાસ્ત્રીય નૃત્યાંગના અને લોક નૃત્યાંગના તરીકે વિશ્વભરમાં 200+ થી વધુ સ્ટેજ શો માટે પરફોર્મ કરી ચૂકી છે.તે શાસ્ત્રીય નૃત્યના સંદર્ભમાં પદ્મભૂષણ કુમુદિની લાખિયા અને પંડિતા ઉમા ડોગરાની શાહગીર છે. તેઓ ગ્રેસી સિંહ અને શ્રીમતી અનિલા સુંદર મંડળની મુખ્ય નૃત્યાંગના છે. આ સાથે તેઓએ મેનેજમેન્ટમાં માસ્ટર પણ  કર્યું છે.

શ્રીમતી રાઠોડ સૂત્રા બોમ્બે, પ્રમેશ, સોલ્ટ સ્વિમવેર, પિલગ્રામ, કૂલબર્ગ, ડોટ એન્ડ કી, દિપાલી શાહ કોચર, ગોદરેજ, ઓર્ગેનિક હાર્વેસ્ટ, અન્નુક્રિએશન , નેટ હેબિટ, મમ્મી, પ્યોર, મેટેલ, સુપર બોટમ જેવી ઘણી ઉત્કૃષ્ટ બ્રાન્ડ્સ સાથે બ્રાન્ડ એમ્બેસડર તરીકે પણ કામ કરે છે .

આ સાથે  4 ભાષાઓ (હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી) પર પકડ પણ ધરાવે છે.  તેણીએ શ્રી કૃષ્ણ (રામાનંદ સાગરની) જેવા ડેઈલી સોપ્સ સાથે કામ કર્યું છે.દેવ-ઓ-કે દેવ મહાદેવ, જે લાખો લોકોને મનોરંજક રીતે જ્ઞાન પહોંચાડે છે. તેણે થોડા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તન્વી બ્રેસ્ટ કેન્સર જાગૃતિની ફરજો માટે કામ કરી રહી છે અને તેણીની સામાજિક જવાબદારીઓને સાથે ઘરેલુ હિંસા માટે મહિલાઓને મદદ કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers