Western Times News

Gujarati News

દિલ્હી નહીં પણ દેશના અનેક શહેરમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ

નવીદિલ્હી, દેશના ઘણા શહેરો, ખાસ કરીને ઉત્તરીય ભાગોમાં રહેતા લોકો, સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અને કોરોનાવાયરસ રોગચાળાના બેવડા મારનો સામનો કરી રહ્યા છે. વાયુ પ્રદૂષણના લીધે લાતાવરણ ઝેરી બન્યુ છે જેના લીધે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર પણ લગાવી હતી.. દિલ્હી અને હરિયાણામાં સરકારે શાળાઓમાં રજા જાહેર કરી છે. છેલ્લા ૨૪ કલાકના છઊૈં સ્તરની વાત કરીએ તો પરિણામો ચોંકાવનારા છે. સૌથી ખરાબ હવાની ગુણવત્તા દિલ્હીમાં નહીં પણ હરિયાણાના નારનૌલમાં નોંધવામાં આવી છે.

દિલ્હી અત્યંત ખરાબ હવાની ગુણવત્તાનો ભોગ બની રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને કારણે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી અને એક અઠવાડિયા માટે તમામ સરકારી કચેરીઓમાં ઘરેથી ૧૦૦% કામ કરવાની જાહેરાત કરી હતી.

દિલ્હીના પડોશી રાજ્ય હરિયાણાએ પણ નેશનલ કેપિટલ રિજન (દ્ગઝ્રઇ) માં વધતા પ્રદૂષણના સ્તરને કારણે ગુરુગ્રામ, ફરીદાબાદ, ઝજ્જર અને સોનેપતના ચાર જિલ્લાઓમાં તમામ શાળાઓને ૧૭ નવેમ્બર સુધી બંધ કરવાનો ર્નિણય લીધો છે.

દેશના ઘણા શહેરોમાં ખાસ કરીને ઉત્તર ભારતના શહેરોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતીય શહેરોના છઊૈં પર ૨૪-કલાકનો ડેટા જાહેર કરે છે. છેલ્લા ૨૪ કલાકમાં બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર દિલ્હીની હવાની ગુણવત્તા દેશમાં સૌથી ખરાબ નથી. હરિયાણાનું નારલૌન શહેર નંબર વન પર.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.