Western Times News

Gujarati News

પ્રણય ત્રિકોણમાં વિદ્યાર્થીએ ગોળી મારીને વેપારીની હત્યા કરી

અલવર, પ્રણય ત્રિકોણમાં એક વિદ્યાર્થીએ ગોળી મારીને એક સ્ક્રેપ વેપારીની હત્યા કરી દીધી છે. હત્યાનો આરોપી ૧૯ વર્ષનો છે અને તે જયપુરમાં બીએસસી કરી રહ્યો છે. મર્ડર કરતા પહેલા આરોપીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ધમકી આપી હતી અને હથિયાર બતાવ્યું હતું. સોશિયલ મીડિયાની ફિલ્મી લડાઇ હકીકતમાં બદલાઇ ગઈ હતી. આરોપીએ સ્ક્રેપ વેપારીને ઘરની બહાર બોલાવી ગોળી મારી દીધી હતી. પોલીસે આરોપીની ભરતપુરના ડીગમાથી ધરપકડ કરી છે. હત્યા પાછળ પ્રણય ત્રિકોણનો મામલો સામે આવ્યો છે.

પોલીસના મતે અલવર શહેરના ૬૦ ફૂટ રોડ પર ૯ નવેમ્બરે આકાશ નામના એક યુવકને ઘરની બહાર બોલાવી ગોળી મારી દીધી હતી. હત્યા કરનાર તેનો પરીચિત પવન છે. પવને રાતના ૯ વાગ્યાની આસપાસ આકાશને ઘરની બહાર બોલાવ્યો હતો અને ગોળી મારી દીધી હતી. પવન ખેરલીના બંગનના નગલાનો રહેવાસી છે.

આકાશ સ્ક્રેપ વેપારી છે જ્યારે પવન જયપુર નેશનલ યુનિવર્સિટીમાંથી બીએસસી કરી રહ્યો છે. બંને એક જ યુવતીને પ્રેમ કરતા હતા. બંને વચ્ચે પ્રેમ પ્રસંગને લઇને વિવાદ હતો. યુવતી પહેલા પવન સાથે રિલેશનશિપમાં હતી પછી તેની છોડીને આકાશ સાથે ગઈ હતી. આ વિવાદમાં પવન અને આકાશ એકબીજાને ધમકી આપી રહ્યા હતા.

પવન યાદવે ગોળી માર્યાના ૨૦ કલાક પહેલા સોશિયલ મીડિયા પર ગોળી મારવાનો વીડિયો પોતાના બેકગ્રાઉન્ડ ફોટા સાથે જાહેર કર્યો હતો. તેની સાથે લખ્યું હતું કે એક-એક કરીને ધાંય-ધાંય, છ એ છ લાઇનથી છાતીમાં ઉતરી જશે. અલવર પોલીસે પવનની ડીગથી ધરપકડ કરી છે. પવને પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.

ગેરકાયદેસર હથિયાર સાથે ફોટો જાહેર કરવાના મામલામાં પણ પોલીસ અલગથી કેસ નોંધશે. હાલ હથિયારને લઇને જાણકારી મેળવવામાં આવી રહી છે. તેના અન્ય સાથીઓ વિશે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસ આરોપીના રિમાન્ડ લીધા પછી તેની ધરપકડ કરી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.