Western Times News

Gujarati News

નવાબ મલિકે ફરી એકવાર સમીર વાનખેડે પર લગાવ્યા આરોપ

મુંબઇ, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી એકવાર એનસીબી ઓફિસર સમીર વાનખેડેની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. મલિક કહે છે કે ક્રુઝ ડ્રગ્સ કેસમાં કેપી ગોસાવી અને કાશિફ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. કાશિફ બંદર થઈને ક્રુઝ પર ગયો. કાશિફની સાથે દુબઈનો અન્ય એક વ્યક્તિ પણ હતો, જેનો ખુલાસો હાલ નહી કરીએ, મેં ટિ્‌વટર પર વોટ્‌સએપ ચેટ મૂકી છે. વાનખેડે જવાબ આપે કાશિફ સાથે તેનો શું સંબંધ છે?

નવાબ મલિકે કહ્યું, ‘મારા ટ્‌વીટ દ્વારા હું કેપી ગોસાવી અને દિલ્હીના એક બાતમીદાર વચ્ચેની ચેટ સામે લાવ્યો છું. આ ચેટ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે દરોડા દરમિયાન અમુક ચોક્કસ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને અમુક લોકોને છોડી મૂકવામાં આવ્યા છે. ક્રુઝ પાર્ટી કેસમાં કેપી ગોસાવી અને મનીષ ભાનુશાલી મુખ્ય પાત્રો છે. આ મામલે કાશિફ ખાન પણ મહત્વનું નામ છે.

નવાબ મલિકે વધુમાં કહ્યું કે, કાશિફ ખાન પણ ક્રૂઝ પાર્ટીમાં હતો, તેની સાથે દુબઈનો એક વ્યક્તિ પણ હતો. તે વ્યક્તિ વ્હાઇટ દુબઈ તરીકે ઓળખાય છે. હું આવનારા સમયમાં વ્હાઇટ દુબઈને જાહેર કરીશ. કાશિફ ખાન અને વ્હાઇટ દુબઈ નામના વ્યક્તિને સમીર વાનખેડે દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા ન હતા. સમીર વાનખેડે કાશિફ ખાન અને તેની વચ્ચે શું સંબંધ છે તે સ્પષ્ટ કરવું જાેઈએ.

તેમણે વધુમાં કહ્યું, ‘મારો આરોપ છે કે કાશિફ ખાન સમીર વાનખેડે માટે ખંડણીનું કામ કરે છે. ગોવામાં કશિફ દ્વારા ડ્રગ્સનું મોટું રેકેટ ચલાવવામાં આવે છે. થોડા દિવસો પહેલા કાશિફ ખાન વિરુદ્ધ મુંબઈના બાંદ્રામાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં તે ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે, મળતી માહિતી મુજબ તે ગોવામાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.