Western Times News

Gujarati News

પશ્ચિમી દેશોએ રશિયા પર સૈન્ય ગતિશીલતા વધારવાનો આરોપ મૂક્યો

વોશિગ્ટન, પશ્ચિમી દેશોએ રશિયા પર સૈન્ય ગતિશીલતા વધારવાનો આરોપ મૂક્યો છે જ્યારે પશ્ચિમી દેશો ઈેં સરહદે ચાલી રહેલા ઇમિગ્રેશન કટોકટીનો સામનો કરી રહ્યા છે.યુરોપિયન યુનિયનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા હજારો સ્થળાંતર કરનારા પોલેન્ડ સાથેની બેલારુસ સરહદ પર એકઠા થયા છે. જેના કારણે યુરોપીય સંઘે બેલારુસ પર કડક પ્રતિબંધો લાદવાનો ર્નિણય લીધો છે. રશિયાની નજીક બેલારુસનું કહેવું છે કે સ્થળાંતર કટોકટી ઊભી કરવાના તેના પરના આરોપો પાયાવિહોણા છે.

આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. મેક્રોનના સલાહકારે મીડિયાને કહ્યું,કે “રાષ્ટ્રપતિએ અમને કહ્યું કે અમે યુક્રેનની સાર્વભૌમત્વ અને અમારી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા તૈયાર છીએ.”

મેક્રોન સાથે ફોન પર થયેલી વાતચીતમાં રશિયાએ કહ્યું કે બ્લેક સીમાં અમેરિકા અને તેના સહયોગી દેશોની સૈન્ય કાર્યવાહી ઉશ્કેરણીનું કૃત્ય છે. રશિયાએ કહ્યું, “આનાથી રશિયા અને નાટો વચ્ચે તણાવ વધી રહ્યો છે.” બંને નેતાઓએ સ્થળાંતર સંકટ વિશે પણ વાત કરી. મેક્રોનના સલાહકારના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે સહમતિ બની હતી કે બંને પક્ષોએ પીછેહઠ કરવાની જરૂર છે. જાે કે, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે યુરોપિયન યુનિયન બેલારુસ સાથે સીધી વાત કરે.

અગાઉ, યુએસએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બેલારુસ સરહદ પર સર્જાયેલ સ્થળાંતર સંકટ યુક્રેનમાં રશિયન સૈન્યની ગતિવિધિઓથી ધ્યાન હટાવવાનો એક માર્ગ છે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેશકોવે આ આરોપને ખોટો ગણાવ્યો હતો.યુરોપિયન યુનિયનનું કહેવું છે કે બેલારુસ તેના પર પહેલાથી જ લાદવામાં આવેલા પ્રતિબંધોના બદલામાં સ્થળાંતર કરનારાઓને પોલેન્ડ તરફ ધકેલવાની નીતિ અપનાવી રહ્યું છે.

બેલારુસ અને રશિયા બંનેએ આ આરોપોને નકારી કાઢ્યા છે. યુરોપિયન યુનિયને ગયા વર્ષે બેલારુસિયન નેતા એલેક્ઝાન્ડર લુકાશેન્કોની વિવાદાસ્પદ ચૂંટણી બાદ પ્રતિબંધો લાદ્યા હતા.

યુરોપિયન યુનિયનના વરિષ્ઠ રાજદ્વારી યોસેપ બોરેલે કહ્યું છે કે યુનિયનના નેતાઓ બેલારુસ પર પાંચમી વખત પ્રતિબંધો લાદવા માટે સંમત થયા છે, જેનું માળખું આગામી દિવસોમાં આખરી કરવામાં આવશે. આમાં, એરલાઇન્સ, ટ્રાવેલ એજન્સીઓ અને ગેરકાયદેસર રીતે માઇગ્રન્ટ્‌સને યુરોપ મોકલવાનો પ્રયાસ કરનાર વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.