Western Times News

Gujarati News

તેલંગાણાના મુખ્યમંત્રીને પગે લાગીને ચર્ચામાં આવેલા આઇએએસએ રાજીનામું આપ્યુ

હૈદરાબાદ, તેલંગાણા સ્થિત સિદ્દીપેટના જિલ્લાધિકારી રહી ચૂકેલા પી વેંકટરામી રેડ્ડી એ રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે આઇએએસ રેડ્ડીના કાર્યકાળમાં હજુ એક વર્ષ બાકી હતું.

જાેકે, તેમણે રાજીનામું આપી દીધું. થોડા સમય પહેલાં તેઓ રાજ્યના સીએમ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા કે. ચંદ્રશેખર રાવ ના ચરણ સ્પર્શ કર્યા બાદ વિવાદોમાં આવ્યા હતા. પોતાના રાજીનામાંની પુષ્ટિ કરતી વખતે રેડ્ડીએ કહ્યું કે તેઓ આઇએએસતરીકે મુખ્યમંત્રીના સંપર્કમાં રહ્યા એ દરમ્યાન રાજ્ય માટે મુખ્યમંત્રીના વિઝનને જાણી શક્યા.

એવું માનવામાં આવે છે કે રેડ્ડી ટીઆરએસ પાર્ટી તરફથી રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહી શકે છે. જાેકે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત થઈ નથી. રેડ્ડીએ વર્ષ ૧૯૯૬માં ગ્રુપ ૧ અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટરના પદ પર કામ કરવાનું શરુ કર્યું.

વર્ષ ૨૦૦૭માં તેમને આઇએએસમાં પ્રમોટ કરવામાં આવ્યા. પાછલા વર્ષોમાં તેમણે જાેઇન્ટ કલેક્ટર અને કલેક્ટરના હોદ્દા પર કામ કર્યું. રેડ્ડી સિદ્દીપેટ, સંગારેડ્ડી અને રંજન્ના સિરસિલ્લા જિલ્લામાં ડીએમ રહી ચૂક્યા છે. તેમનો પરિવાર રાજ્યમાં રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.