Western Times News

Gujarati News

યુએસને પાછળ રાખી ચીન વિશ્વનો સૌથી ધનિક દેશ

બીજિંગ, અત્યાર સુધી દુનિયાના સૌથી ધનિક દેશનો તાજ અમેરિકા પાસે હતો પણ હવે ચીને આ તાજ અમેરિકા પાસેથી છીનવી લીધો છે. સંપત્તિના મામલામાં ચીન હવે દુનિયાનો નંબર વન દેશ બની ગયો છે.બે દાયકામાં વિશ્વની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેમાં ચીન સૌથી આગળ છે.

આ અંગે જાહેર થયેલા એક અહેવાલ પ્રમાણે દુનિયાની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે. વર્લ્‌ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થતા પહેલા ૨૦૦૦ની સાલમાં ચીનની સંપત્તિ સાત ખરબ ડોલર હતી.જે હવે વધીને ૧૨૦ અરબ ડોલર થઈ ગઈ છે.ચીનની ઈકોનોમીમાં સતત તેજી આવી રહી છે અને તેના પગલે હવે ૨૦ વર્ષમાં દુનિયાએ જે સંપત્તિ ઉભી કરી છે તેમાંથી ત્રીજા ભાગનો હિસ્સો ચીનનો એકલાનો છે.

દુનિયામાં ૬૦ ટકા આવક માટે જવાબદાર ૧૦ દેશો પર નજર રાખતી મેનેજમેન્ટ ફર્મ મેકિન્સે એ્‌ડ કંપનીના રિપોર્ટમાં કહેવાયુ છે કે, ૨૦૨૦માં દુનિયાની કુલ સંપત્તિ ૫૧૪ ખરબ ડોલર થઈ છે. અમેરિકાની સંપત્તિમાં પણ વધારો થયો છે.જાેકે અમેરિકામાં પ્રોપર્ટીના ભાવોમાં એટલો વધારો નહીં થયો હોવાથી ચીનની સરખામણીમાં અમેરિકાની સંપત્તિ ઓછી થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.