Western Times News

Gujarati News

કરતારપુર સાહિબ કોરિડોર આજથી ખોલવા જાહેરાત

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ૧૭ નવેમ્બરથી કરતારપુર સાહેબ કોરિડોર ફરી ખોલવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી અમિત શાહે આ બાબતની જાણકારી આપીને કહ્યુ હતુ કે, એક મોટો ર્નિણય લેવાયો છે અને તેના કારણે શિખ યાત્રીઓને લાભ થશે.

પીએમ મોદીની સરકારે આવતીકાલથી ૧૭ નવેમ્બરથી કરતારપુર કોરિડોર ફરી ખોલવાનો ર્નિણય લીધો છે અને આ ર્નિણય શ્રી ગુરુ નાનક દેવજી અને સિખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર શ્રધ્ધાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, કરતારપુર સાહેબ કોરિડોર કોરોનાના કારણે માર્ચ ૨૦૨૦થી બંધ કરાયો હતો.આ પહેલા પંજાબ ભાજપના નેતાઓએ પણ પીએમ મોદીને બે દિવસ પહેલા મળીને કરતારપુર સાહેબ કોરિડોર ખોલવા મંજૂરી આપવા માટે અપીલ કરી હતી. દરમિયાન પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિધ્ધુએ પણ આ ર્નિણયનુ સ્વાગત કરતા કહ્યુ હતુ કે, આવકારદાયક પગલુ છે અને મહાન ગુરુના આશીર્વાદ બધા પર સતત વરસતા રહે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.