Western Times News

Gujarati News

કેગ વિરૂધ્ધ સરકારની માન્યતા બદલાઈ છેઃ મોદી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેગના કાર્યાલયમાં આજે પ્રથમ ઓડિટ દિવસે સંબોધન કરતા સરકારી વિભાગોને કહ્યું કે કેગ જે પણ દસ્તાવેજ, આંકડા અને ફાઈલ માંગે તે તેમને ઉપલબ્ધ કરાવવા જાેઈએ. તેમણે કહ્યું કે આજે આપણને દેશની અખંડિતતાના નાયકસરદાર પટેલની પ્રતિમાના અનાવરણની તક મળી છે.

ગાંધીજી હોય, સરદાર પટેલ હોય કે બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્ર નિર્માણમાં આ બધાનું યોગદાન સીએજી માટે, આપણા બધા માટે, કોટિ કોટિ દેશવાસીઓ માટે ખુબ મોટી પ્રેરણા છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે દેશમાં ઓડિટને એક આશંકા, ભય સાથે જાેવામાં આવતો હતો. ‘કેગવિરુદ્ધ સરકાર’ એ આપણી વ્યવસ્થાની સામાન્ય સોચ બની ગઈ હતી. પરંતુ આજે તે માનસિકતાને બદલવામાં આવી છે.

આજે ઓડિટને વેલ્યૂ એડિશનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. અમે પૂરી ઈમાનદારી સાથે ગત સરકારોનું સત્ય, પછી ભલે તે ગમે તે સ્થિતિ હતી, તેને દેશની સામે રાખી છે. આપણે સમસ્યાઓને ઓળખીશું, તો જ સમાધાન શોધી શકીશું. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત સમગ્ર દુનિયામાં ત્રીજુ સૌથી મોટુ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ચૂક્યું છે.

આજે ૫૦થી વધુ આપણા ભારતીય યુનિકોર્ન ઊભા થઈ ચૂક્યા છે. ભારતીય આઈઆઈટીઆજે ચૌથી સૌથી મોટી યુનિકોર્ન પ્રોડ્યુસર બનીને ઊભરી છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે રાજકોષીય ખાધ અને સરકારી ખર્ચ પર તમારી ચિંતાઓને સકારાત્મક લીધી છે.

કેગે મહામારી સમયે અપનાવવામાં આવેલા ઉત્તમ ઉપાયો અને ક્રમબદ્ધ શીખામણોનો અભ્યાસ કરવો જાેઈએ અને વૈજ્ઞાનિક તથા સશક્ત લેખા પરીક્ષણથી વ્યવસ્થા મજબૂત અને પારદર્શક બનશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ડેટા જ સૂચના છે અને આવનારા સમયમાં આપણો ઇતિહાસ પણ ડેટા દ્વારા જાેયો અને જાણ્યો જશે. આ અવસરે પ્રધાનમંત્રીએ કેગ કાર્યાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. કાર્યક્રમમાં કેગગિરીશચંદ્ર મૂર્મુ પણ હાજર રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.