Western Times News

Gujarati News

નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવાતાં કોંગ્રેસે તોડી નાખી

જામનગર, મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાત રાજ્યમાં જ જામનગરમાં તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સોમવારે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી હતી અને આજે સવારે કોંગ્રેસના કાર્યકરોએ તેને તોડી નાંખી છે.

ગાંધીજીના હત્યારા ગોડસેને ૧૦ ફેબ્રુઆરી, ૧૯૪૯ના રોજ ફાંસીની સજાનો ચુકાદો અપાયો હતો.૧૫ નવેમ્બરે તેને ફાંસી આપવી દેવામાં આવી હતી.આ પ્રસંગે જામનગરમાં હિન્દુ સેનાએ નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવાની જાહેરાત ૮ ઓગસ્ટે જ કરી દીધી હતી.

જાેકે તંત્ર દ્વારા આ માટે મંજૂરી અપાઈ નહોતી. એ પછી જામનગરના હનુમાન આશ્રમમાં ગોડસેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી.જેને લઈને રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો આજે સવારે આશ્રમ પહોંચ્યા હતા અને ગોડસેની પ્રતિમા તોડી નાંખી હતી.ધ્યાન ખેંચનારી વાત એ હતી કે, પ્રતિમા તોડતી વખતે કોંગ્રસેના નેતાઓ અને કાર્યકરોએ પણ ભગવા ખેસ ધારણ કરેલા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.