Western Times News

Gujarati News

દુકાનો પર ગવર્નમેન્ટ ઓફ રાજસ્થાનના પાટીયા લગાડીને ગુજરાતી ટુરીસ્ટોને ટેક્ષના નામે લુંટાય છે

પ્રતિકાત્મક

કામચલાઉ પરમીટ આપવાની સંખ્યાબંધ દુકાનો ખુલી ગઈ છે, 

રાજસ્થાન જતા ગુજરાતના સહેલાણીઓ સાથે વાહનોના ટેક્ષના નામે ઠગાઈ

(એેજન્સી) અમદાવાદ, ગુજરાતમાંથી રાજસ્થાનમાં ફરવા જઈ રહેલા સહેલાણીઓ વાહનોના ટેક્ષના નામે છેતરાઈ રહ્યા છે. રાજસ્થાન આરટીઓ અધિકારીઓ અને દલાલોની મીલીભગતને કારણે વાહનોેના ઈ-ટેક્ષનૃ મોટુ કાભાંડ ચાલી રહ્યુ છે. Gujarati tourists are robbed in the name of road tax by putting up Government of Rajasthan signs on shops.

રાજસ્થાન બોર્ડર પર પાલનપુર આબુ રોડની વચ્ચે આવેલી માવેલ ચેકપોસ્ટની આસપાસ કેટલાંય દુકાનદારો વાહનોનોે ઓનલાઈન ઈ-ટેક્ષ જમા કરાવવાનો ખુલ્લેઆમ બેરોકટોક વ્યાપાર કરી રહ્યા છે.ગુજરાતમાંથી રાજસ્થાન જતા ટુરીસ્ટોએ પેસેન્જર વાહન જેટલા દિવસ રાજસ્થાનમાં રોકાવાનુ હોય એટલા દિવસો ટેક્ષ ભરવો પડે છે. આ પ્રકારની કામચલાઉ પરમીટ આપવાની સંખ્યાબંધ દુકાનો ખુલી જવા પામી છે. દુકાનો પર ગવર્નમેન્ટ ઓફ રાજસ્થાનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

આ કારણે મોટાભાગના ટુરિસટા પાસેથી આવી દુકાનોવાળા ઈ-ટેક્ષ ભરાવડાવે છેે.તાજેતરમાં જ રાજપથ કલબના ડીરેક્ટર અનિલ શાહ પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયા હતા.તેમની પેસેન્જર બસના ડ્રાઈવરેેે આવી જ એક દુકાનમાં જઈને ઈ-ટેક્ષ ભરાવડાવ્યો હતો.

દુકાનદારે આની રિસીપ્ટ પણ આપી હતી. રિસીપ્ટ પર ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ, ટેક્ષ ઈ-રીસિપ્ટનુૃ લખાણ છે.રીસીપ્ટની ઉપર મોટા અક્ષરમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત, લખાણ અને રાજસ્થાન પરિવહન વિભાગનો લોગો છે.

બસ ગુજરાત પરત આવતી હતી ત્યારે આરટીઓની ગાડીએ બસને ચેકપોસ્ટ નજીક રોકી હતી. ડ્રાઈવરે ઈ-ટેક્ષ ચુકવવાની પહોંચ બતાવી હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે તમારી આ પહોંચ બોગસ છે.

તમારે ૧૦ ગણો એટલે કે ૪૦ હજારનો દંડ ભરવો પડશે. આવુ કહીને મેમો પણ બનાવી દીધો હતો. ટુરીસ્ટોએ દલીલ કરી તો અધિકારીઓના એક દલાલે અનિલભાઈને સાઈડમાં લઈને કહ્યુ કે તમે ર૦ હજાર આપી દો. મામલો પતી જશે.

નાણાં આપવાની ના પાડતા ત્યાંના અધિકારીઓએે બસના તમામ ડોક્યુમેન્ટસ લઈ લીધા હતા. અનિલભાઈએ ગુજરાતના સીએમ ઓના એક અધિકારી સાથે આરટીઓના અધિકારી સાથે વાત કરાવી હતી. ત્યારબાદ ગુજરાતના ટ્રાન્સપોર્ટ મીનિસ્ટર સાથે વાત કરાવ્યા બાદ બસ છોડી હતી. બસમાં મહિલાઓ અને બાળકો પાંચેક કલાક સુધી રઝળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.