Western Times News

Gujarati News

વાઈબ્રન્ટ સમિટ પૂર્વે અમદાવાદને નવા રૂપ રંગથી સજાવવામાં આવશે

Files Photo

(એજન્સી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ ર૦રરમાં આવનારા જુદા જુદા દેશના આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ રાજકારણીઓ અને ભારતના અલગ અલગ રાજ્યમાંથી આવનારા ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ મંડળો અમદાવાદની શાન અને શૌકત નિહાળીને આભા કહો કે, પ્રસન્ન થઈ જાય એ માટે અમદાવાદને નવા રૂપરંગથી સજાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે.

અને આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશ્નરે મીટીંગોનો સતત દોર શરૂ પણ કરી દીધો છે. દેખીતી રીતે જ રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજવામાં આવે છે. એ તમામ વાઈબ્રન્ટ સમિટ વેળાએ અમદાવાદને બ્યુટીફિકેશનની કામગીરી સોંપવામાં આવે છે. આ કામગીરી સમગ્ર અમદાવાદ સાથે ગાંધીનગરને જાેડતા માર્ગો એટલે કે હદ સુધી કરવામા આવે છે.

અને એ માટે રાજ્ય સરકારના નગર વિકાસ અને શહેરી બાંધકામ વિભાગના અધિકારીઓની ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ એસ્ટેટ અને બગીચા વિભાગના અધિકારીઓની ટીમ સાથે સંપર્કમાં રહીને રોડ બ્યુટીફિકેશનનો પ્લાન ઘડી કાઢીને તેનો અમલ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પદે હતા એ વેળાએ તેઓ સમિટ વેળા અમદાવાદના બ્યુટીફિકેશન અંગે મ્યુનિસિપલ અધિકારીઓની ખાસ બેઠક બોલાવીને ચર્ચા-વિચારણા કરતા હતા.

કેટલાંક સુચનો પણ આપતા હતા. પરંતુ હવે સરકારના વરિષ્ઠ અધિકારીઓની બ્યુટીફિકેશન અંગેે માર્ગદર્શન આપી રહ્યા છે. બ્યુટીફિકેશનની કામગીરી શહેરના આઠ ઝોનમાં વહેચી દેવામાં આવી છે. અને જે તે ઝોનના ફંડમાંથી જ આ કામગીરી કરવામાં આવશે. જરૂર પડ્યે રાજય સરકારની પણ સહાય મેળવવામાં આવશે.

આ બ્યુટીફિકેશન યોજનામાં જૂના રસ્તા જાે રીપેર થઈ શકે તેમ હશે તો તેનું રીસ્ટોરેશન કરાશે. અથવા તો નવા રસ્તા સાથે ફુટપાથ પણ બાંધવામાં આવશે. આ રસ્તા અને રૂપરંગથી સજાવાશે. સેન્ટ્રલ વર્જ નવા કરી વૃક્ષોની હારમાળા ઉભી કરાશે. નવા બમ્પ બાંધી કલર કરાશે.

ટ્રાફિક જંકશન પર શણગાર કરાશે. સીસીટીવી કેમેરા નાંખવાના રહી ગયા હોય ત્યાં નવા કેમેરા નંખાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીક બિલ્ડીંગો પર રોશની કરાશે. હેરિટેજ સ્થાપત્યોને પણ સજાવાશે.એટલે કે, અમદાવાદ ના માર્ગો અને મહત્ત્વની ઈમારતોને રૂડીરૂપાળી બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.