Western Times News

Gujarati News

નાર્કો ટેરરિઝમ અને ચાંચિયાઓ માટે આંતરરાષ્ટ્રીય કાયદા બનાવવા પડશે

ઈન્ટરનેશનલ લો કમિશન, નેશનલ સિક્યુરીટી એડવાઈઝરી બોર્ડના સભ્ય બિમલ પટેલે પાડ્યો પ્રકાશ

‘આવનારા દિવસોમાં સમુદ્ર માર્ગે આર્થિક ગતિવિધિ વધશે, સાથે ચાંચીયાનો ત્રાસ વધશે અને ડ્રગ્સની હેરફેર સાથે નાર્કો ટેરરિઝમ અંગે આંતરરાષ્ટ્રીય કાયદા બનાવવામાં આવશે, એમ ઈન્ટરનેશનલ લો કમિશનના સભ્ય અને નેશનલ સિકયુરિટી એડવાઈઝરી બોર્ડના સભ્ય ડોકટર બિમલ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું.

ઈન્ટરનેશનલ લો કમિશનમાં ૧૯૩માંથી ૧૬૩ દેશના વોટથી પાંચ વર્ષ માટે ચૂંટાયેલા પ્રથમ ગુજરાતી બિમલ પટેલે જન્મભૂમિ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે આવનારા દિવસોમાં દુનિયામાં આર્થિક ગતિવિધિ વધવાની છે અને સમુદ્ર માર્ગ મુખ્ય રહેશે,

આ સંજાેગોમાં સમુદ્રમાં ચાંચિયાઓનો વધી રહેલા ઉપદ્રવ અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાયદાનું અમલીકરણ વધુ મજબુત બને એના માટે વધુ પ્રયાસની જરૂર છે, જેના પર કામ કરવામાં આવશે, એટલું જ નહિ આવનારા દિવસોમાં કલાયમેટ ચેન્જને કારણે દરિયો આગળ વધી રહ્યો છે

દુનિયામાં ૩૩ કરોડ લોકો દરિયા કિનારે રહે છે, આ સંજાેગોમાં નવા કાયદા બનાવવા અને અમલીકરણનું કામ કરવું પડશે, કારણકે એમના વિસ્થાપન સાથે સિકયોરિટી, ક્રાઈમ ઉપરાંત અર્થ તંત્ર પર પણ અસરો પડશે, જેને રોકવાનું દુનિયાના તમામ દેશોનું દાયિત્વ છે માટે અમે એ દિશામાં કામ કરીશું.

એક સવાલના જવાબમાં ડો બિમલ પટેલે કહ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી માત્ર ભારતની સમસ્યા નથી દુનિયાભરની સમસ્યા છે, દુનિયામાં અલગ અલગ કાયદા છે પણ દરેક દેશને ડ્રગ્સની હેરાફેરીને કારણે નાર્કો ટેરરિઝમ એક સમસ્યા છે, દરેક દેશના કાયદા છે પણ એનું વધુ સારી રીતે અમલીકરણ કેમ થાય એના પર પ્રાધાન્ય અપાશે, એનો અર્થ એવો નથી કે દરેક દેશનો કાયદો એક સરખો હોય પણ એનું અમલીકરણ વધુ સારી રીતે કેવી રીતે કરવું, અને કયા નિયંત્રણો લાદવા એ નકકી કરશે.

બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં પેન્ડેમિક રોગચાળા પણ અગત્યનું પરિણામ બન્યું હોવાનું જણાવતા એક સવાલના જવાબમાં ડોકટર પટેલે કહ્યં કે, કોરોના જેવા પેન્ડેમીક દુનિયાને ઘણું શીખવ્યું છે, દુનિયામાં એના કારણે અર્થતંત્ર પર પણ અસર પડી છે, દરેક દેશમાં પેન્ડેમિક માટે અલગ અલગ કાયદા છે, એનું અમલીકરણ પણ થાય છે

પણ દરેક દેશના વાતાવરણ અને આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પ્રમાણે છે દરેકમાંથી નવું શીખવાનું છે અને વિકાસશીલ દેશો માટે આંતરરાષ્ટ્રીય ધોરણે કાયદામાં ફેરફાર પણ કરવામાં આવશે. હવે ખાસ ધ્યાન કલાયમેટ ચેન્જ પર નજર રાખવાની છે, જેના પર દરેક દેશો ભેગા મળીને કાયાદ બનાવશે જેથી અમુક દેશોમાંથી નેચરલ રિસોર્સ ને એકસટ્રેકટ કરવામાં આવે છે અને પર્યાવરણને નુકશાન થાય છે એના પર ધ્યાન આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.