Western Times News

Gujarati News

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અબજીબાપાની ૧૭૭મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી

અમદાવાદ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. તેને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં તમામ એકાદશીઓના ઉપવાસમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. સ્કંધ પુરાણ અને મહાભારતમાં પણ એકાદશીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત પાપોથી મુક્તિ અપાવનાર અને દરેક મનોકામના પૂર્ણ કરનાર છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રબોધિની એકાદશી જીવનપ્રાણ શ્રી અબજીબાપાની ૧૭૭ મી પ્રાગટ્ય જયંતી ઉલ્લાસભેર ઉજવાઈ. આ સાથે જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૯૨ મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૨૧ મી ભાગવતી મહાદિક્ષા જયંતી, ૨૨૦ મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની ૨૮૨ મી પ્રાગટ્ય જયંતી પણ ઉજવાઈ હતી.આ મંગળકારી અવસર ઉપર ચોવીસ કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીજી સ્વયંમૂર્તિ અબજીબાપાશ્રી સંવત ૧૯૦૧ કારતક સુદ એકાદશી, સોમવાર ઈ.સ. ૨૦-૧૧-૧૮૪૪ માં પ્રગટ થયા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને છેલ્લે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે કચ્છના ભક્તો દર્શનાર્થે ગયા હતા, તેઓએ ભગવાનને ભગવાનને કચ્છમાં પધારવા પ્રાર્થના કરી હતી,

તે વખતે ભગવાને વચન આપ્યું હતું કે, અમે તમારે ત્યાં પ્રગટ થઈશું અને વિવિધ સુખો આપીશું. તેમને આપેલું વચન સત્ય કરવા તેમજ પોતાના ૧૨૫ વર્ષ આ લોકમાં રહેવાનો સંકલ્પ પૂરો કરવા શ્રીજી મહારાજ શ્રી અબજીબાપા રૂપે પ્રગટ થયા. બાળમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીને શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજના આદિ મહંત શ્રી અચ્યુતદાસજી સ્વામીને વર્તમાન ધરાવવાનો મહદ ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.

બાળ સ્વરૂપે વિલક્ષણપણું- સામાન્ય રીતે બાળક અડધો દિવસ ભૂખ્યું ન રહી શકે, જ્યારે બાપાશ્રી તો સ્તનપાન કર્યા વિના અઠવાડિયું, મહિનો કે છ-છ મહિના સુધી સ્તનપાન નહોતા કરતા, છતાં પણ હષ્ટપુષ્ટ તાજાને તાજા, આજે તેમની દિવ્યતાનો અલૌકિકતાનો પ્રત્યક પુરાવો હતો.

સંવત ૧૯૧૬માં અમદાવાદમાં આચાર્યશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીને જીવનપ્રાણ શ્રી અબજીબાપાનો મહિમા સમજાવતા કહે છે કે, આ અબજીભાઈ સ્વતંત્ર સિદ્ધિ સમાધિવાળા અને અતિ સમર્થ છે તથા શ્રીજી મહારાજ તેમના દ્વારા સર્વોપરી ઉપાસના અને સ્વરૂપ નિષ્ઠાની દૃઢતા સહુને કરાવે છે

ત્યારે શ્રી ગુણાતીતનંદ સ્વામી બાપાશ્રીને હાથ જાેડીને વંદન કરે છે. સંવત ૧૯૪૨ માં જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની પ્રાર્થનાનો સ્વીકાર કરી શ્રીજીમહારાજે નંદ પદવીના છેલ્લા સંત શ્રી ધ્રુવાનંદ સ્વામીને આ લોકમાં બે દિવસ વધારે રાખ્યા હતા.

જીવનપ્રાણ શ્રી અબજીબાપા એટલે એટલે કારણ સત્સંગના જીવનદાતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા, અજાેડ મૂર્તિ, આશ્રિતજનના તારણહાર, સર્વોપરી ઉપાસના સમજાવનારા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.