Western Times News

Gujarati News

છેલ્લા ૫ વર્ષથી પગારમાંથી બચત કરી ૫૦થી વધુ બાળકોને પોલિસ કર્મચારીએ સ્વેટર આપ્યા

પ્રતિકાત્મક

ઠંડીમાં ઠુંઠવાતાં બાળકો જાેઈ પોલીસકર્મીનું દિલ દ્રવી ઉઠ્યું

મોડાસા, પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઈમેજ સામાન્ય રીતે કડક હોય છે જાેકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે

હાલ રાજ્યમાં શિયાળાનો બીલ્લી પગે પગરવ થઈ રહ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ પ્રજાજનો અનુભવી રહ્યા છે ત્યારે અરવલ્લી ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા કિશન કુમાર રાઠોડ નામનો પોલીસકર્મી છેલ્લા ૫ વર્ષથી ફરજના વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ બાળકો અને પરીવારને ઠંડીથી રક્ષણ આપવા સ્વેટરનું વિતરણ કરી હૂંફ આપી રહ્યા છે.

મોડાસાના લીંભોઈ ગામના અને હાલ ડીવાયએસપી ક્ચેરી ખાતે ફરજ બજાવતા કિશન રાઠોડ નામના પોલીસકર્મી ૫ વર્ષ ગાત્રો થીજાવતી ઠંડીમાં ફરજ દરમિયાન ઠંડીમાં ઠૂંઠવાતાં ગરીબ બાળકોને જાેઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું અને જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારોને બીજા દિવસે સ્વેટર વિતરણ કરી કર્યા પછી છેલ્લા ૫ વર્ષથી પોલીસકર્મી તેમના પગારમાંથી બચત કરી બાળકો અને તેમના પરિવારોને સ્વેટરનું વિતરણ કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.