Western Times News

Gujarati News

LRD ભરતીમાં સડેલા દાંત પણ મુશ્કેલી બની શકે છે

ગાંધીનગર, ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની ૧૦૪૫૯ જગ્યા ભરવામાં આવશે.

આ ભરતીમાં કુલ ૧,૪૨,૦૮૭ ઉમેદવારો ફી ભરવાપાત્ર થયા છે ફી ભરાયેલા ઉમેદવારો માટે હવે શારિરીક કસોટીની તારીખ પણ આવી ગઈ છે. એલઆરડીની શારિરીક કસોટી ૧-૧૦ ડિસેમ્બર દરમિયાન શરૂ થશે આ ટેસ્ટ બે મહિના સુધી યોજાશે અને તે સમાપ્ત થતા લેખિત પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ દોડના પૂર્ણ માર્કસ લેવા માટે શું કરવું તેની અહીંયા ટીપ્સ આપવામાં આવી છે. આ ટેસ્ટ પહેલાં એલઆરડી ભરતીના વડા આઈપીએસ હસમુખ પટેલે ઉમેદવારોને બે સલાહ આપી છે.

એક તો તેમણે ઉમેદવારોને યુક્તિ પ્રયુક્તિ કરવાને બદલે મહેનત પર ધ્યાન આપવાની સલાહ આપી છે. બીજુ ભરતીમાં પસંદગી થાય કે ન થાય આવા લોકો પોતાની એવી ઓળખ ઊભી કરશે જે તેમને જીવનમાં હંમેશા સફળ બનાવશે.

હસમુખ પટેલે વધુમાં વિદ્યાર્થીઓઓને અત્યારથી જ લેખિત પરીક્ષાની તૈયારી કરવાની કહી છે. જાેકે, પ્રથમ કોઠો લેખિત પરીક્ષા કરતા પણ વધુ શારીરિક ક્ષમતાનો છે.આ કસોટીમાં ફેલ થયા તો એલઆરડી પાસ થવાનું સ્વપ્ન રોળાઈ જશે.

ફિઝિકલ ટેસ્ટ માટે પુરુષ ઉમેદવારે ૫૦૦૦ મીટરની દોડ ૨૫ મિનિટમાં દોડવાની રહેશે. દર પાંચ મિનિટ ૧,૦૦૦ મીટર દોડવાનું છે. એટલે કે પાંચ મિનિટમાં ઓછામાં ઓછું એક કિલોમીટર દોડવાનું છે. જ્યારે મહિલા ઉમેદવારે ૧૬૦૦ મીટરની દોડ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં સમાપ્ત કરવાની છે એટલે કે દર મિનિટે ઓછામાં ઓછું ૦.૩૮ કિલોમીટર દોડવું પડશે.

૫,૦૦૦ મીટરની દોડ પુરૂષો માટે છે આ દોડ જે ૨૦ મિનીટ અથવા તેના કરતાં ઓછા સમયમાં પૂરી કરે તે ૨૫ મારક્સ મળશે. જ્યારે ૨૦ મિનીટ કે તેના કરતાં વધુ સમયમાં પૂરી કરશે તેને ૨૪ માર્ક્‌સ મળશે.એવી જ રીતે. ૨૦.૩૦ મિનીચ કરતા વધુ અને ૨૧ મિનનીટ અથવા તે પહેવાંલ કરતા કરે તેને ૨૩ માર્ક્‌સ મળશે. આ દોડના માર્ક્‌સ આવી જ રીતે ક્રમશઃ ઘટતા જશે.

મહિલા ઉમેદવારોને ૧૬૦૦ મીટરની દોડ મહત્તમ ૯.૩૦ મિનીચમાં પૂર્ણ કરવાની રહેશે. આ દોડ ૭ મિનીટ અથવા તેથી કરતા ઓછી મિનીટમાં પૂર્ણ કરનાર ઉમેદવારને ૨૫ માર્ક્‌સ મળશે. ત્યારબાદ દર મિનિટે માર્કેસ ઘટતા જશે. દોડામાં પૂર્ણ માર્ક્‌સ લેવા માટે પુરૂષ ઉમેદવારે દર મિનિટ ૨૫૦૦ મીટર દોડવાનું રહેશે. એટલે કે દર મિનિટે પોણો કિલોમીટર દોડવાનું રહેશે.

જ્યારે મહિલા ઉમેદવારોએ દરમિનીટે ૨૨૮.૬ મીટર દોડવું પડે તો સાત મિનીટમાં દોડ સમાપ્ત થઈ શકે. આ પ્રેક્ટિસમાં હજુ જેટલો ઓછો સમય થઈ શકે તે કરી શકાય છે. પુરૂષ ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ગુજરાતના હોય તો તેની ઉંચાઈ ૧૬૨. સેમી., ફુલાવ્યા વગરની છાતી ૭૯ સેમી. ફુલાવેલી છાતી ૮૪ સેમી. વજન ૫૦ કિલોગ્રામ જરૂરી છે.

જાે ઉમેદવાર ગુજરાતના અનસૂચિત જનજાતિ સિવાયના હોય તો તેમના માટે ઉંચાઈ ૧૬૫ સેમી. ફુલાવ્યા વગરની છાતી ૭૯ સેમી, ફુલાવેલી છાતી ૮૪ સેમી અને વજન ૫૦ કિલોગ્રામ હોવું આવશ્યક છે. મહિલા ઉમેદવારો જે અનુસૂચિત જનજાતિના હોય તેમના માટે ઉંચાઈ ૧૫૦ સેમી, વજન ૪૦ કિલોગ્રામ હોવું જાેઈએ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના ઉમેદવારોની ઉંચાઈ ૧૫૫ સેમી અને વજન ૪૦ કિલોગ્રામ હોવું જાેઈએ.

આ ખામી પૈકી કે વધારે ખામી હશે તો તે અયોગ્ય ગણાશે
ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની ૧૦૪૫૯ જગ્યા ભરવામાં આવશે.આ ભરતીમાં કુલ ૧,૪૨,૦૮૭ ઉમેદવારો ફી ભરવાપાત્ર થયા છે ફી ભરાયેલા ઉમેદવારો માટે હવે શારિરીક કસોટીની તારીખ પણ આવી ગઈ છે. એલઆરડીની શારિરીક કસોટી ૧-૧૦ ડિસેમ્બર દરમિયાન શરૂ થશે આ ટેસ્ટ બે મહિના સુધી યોજાશે અને તે સમાપ્ત થતા લેખિત પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ દોડના પૂર્ણ માર્કસ લેવા માટે શું કરવું તેની અહીંયા ટીપ્સ આપવામાં આવી છે. આ ટેસ્ટ પહેલાં એલઆરડી ભરતીના વડા આઈપીએસ હસમુખ પટેલે ઉમેદવારોને બે સલાહ આપી છે. એક તો તેમણે ઉમેદવારોને યુક્તિ પ્રયુક્તિ કરવાને બદલે મહેનત પર ધ્યાન આપવાની સલાહ આપી છે. આ ખામી પૈકી કે વધારે ખામી હશે તો તે અયોગ્ય ગણાશેની સાથે સાથે નીચે મુજબ છે
– વાંકા ઢીંચણ
–  ૨ ફૂલેલી છાતી
–  ત્રાંસી આંખ
–  સપાટ પગ
–  કાયમની અતિશય ફુલેલી નસ
–  ફુલેલો અંગૂઠો
–  અસ્થિભંગ અંગ
–  સડેલા દાંત
–  ચેપી ચામડીના રોગ
–  રંગ અંધત્વની ખામી

SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.