Western Times News

Gujarati News

મહારાષ્ટ્રઃ મુસ્લિમ વિસ્તારોમાં રસી મૂકાવતા લોકો ખચકાય છે

જાલના, દેશભરમાં કોરોના રોકથામ માટે ચાલી રહેલો રસીકરણ કાર્યક્રમ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને ૧૦૦ કરોડ ઉપર ડોઝ અત્યાર સુધીમાં અપાઈ ચૂક્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હજુ પણ કોરોના રસી લેવામાં ખચકાટ છે.

મહારાષ્ટ્ર સરકાર બોલીવુડ અભિનેતા સલમાન ખાનની મદદ લેશે જેથી કરીને લોકોને રસી લેવા માટે રાજી કરી શકાય. ટોપેએ કહ્યું કે રસી લગાવવાની સંખ્યાના મામલે મહારાષ્ટ્ર સૌથી આગળ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રસીકરણની ગતિ ધીમી છે.

તેમણે કહ્યું કે ‘મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હજુ પણ કેટલોક ખચકાટ છે. અમે મુસ્લિમ સમુદાયને રસી લગાવવા માટે રાજી કરવા સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવાનો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે, ધાર્મિક નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓનો ખુબ પ્રભાવ હોય છે અને લોકો તેમને સાંભળે છે.

મંત્રીએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦.૨૫ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે અને નવેમ્બરના અંત સુધીમાં તમામ લાયકાતવાળા વ્યક્તિઓને ઓછામાં ઓછો પહેલો ડોઝ મળી જશે.

કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા અંગે ટોપેએ કહ્યું કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ મહામારીનું ચક્ર સાત મહિનાનું હોય છે પરંતુ મોટા પાયે રસીકરણના કારણે આગામી લહેર ગંભીર નહીં હોય. તેમણે કહ્યું કે લોકોએ કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવું જાેઈએ અને રસી જરૂર લગાવવી જાેઈએ જેથી કરીને કોરોના મહામારી સામે લડી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.