Western Times News

Latest News from Gujarat

પંજાબમાં ચૂંટણી પહેલા યુનિયને સરકાર સામે બાયો ચડાવી,મુખ્યમંત્રી ચન્નીની મુશ્કેલીઓ વધી શકે!

ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચન્ની સરકાર સતત લોકોના હિતમાં ર્નિણયો લઈ રહી છે. આ સાથે જનતાને આપેલા વાયદા પૂરા કરવાનો પણ પૂરો પ્રયાસ કરી રહી છે. જ્યારે પંજાબ રોડવેઝના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી તેમની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમના માટે કોઈ નક્કર પગલાં લઈ રહી નથી.

પંજાબ રોડવેઝના કોન્ટ્રાક્ટ કામદારો નોકરી મેળવવા માટે લુધિયાણામાં વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન એક પ્રદર્શનકારી ગુરપ્રીત સિંહે કહ્યું કે સરકાર અમને વચનો આપે છે પરંતુ અમારી માંગણીઓ પૂરી કરતી નથી. જેના કારણે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં પંજાબ સરકાર સામે રોષ છે.

કોન્ટ્રાક્ટ કર્મચારી ગુરપ્રીત સિંહે કહ્યું કે અમે બે મહિના પહેલા પણ વિરોધ કર્યો હતો, જે નવ દિવસ સુધી ચાલ્યો હતો. ત્યારે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી હતા અને તે સમયે અમે નોકરીઓ નિયમિત કરવાની માંગણી પણ કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને પછી અમને વીસ દિવસમાં નોકરી નિયમિત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ એવું બન્યું નહીં, કારણ કે તેમણે સત્તામાંથી રાજીનામું આપી દીધું અને ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

જાે કે, સીએમ ચન્નીએ પણ આ જ વચન આપ્યું હતું. આ વાતને બે માસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે કહ્યું કે સરકારે અમને વચનો આપ્યા પરંતુ અમારી માંગણીઓ હજુ સુધી પૂરી થઈ નથી. તેથી ૨૩ નવેમ્બરથી તમામ કોન્ટ્રાક્ટ કામદારો અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરશે, જાે તે પછી પણ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે રસ્તાઓ જામ કરવાનું શરૂ કરીશું.કોન્ટ્રાક્ટ કામદારોનું કહેવું છે કે પંજાબ રોડવેઝ અને પીઆરટીસીની આવકમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે.

ખુદ વાહનવ્યવહાર મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કર્મચારીઓની મહેનતના કારણે ટ્રાન્સપોર્ટની આવક વધી છે. પરંતુ તેમ છતાં સરકાર કાચા કામદારોને કાયમી કરવા અને તેમનું શોષણ અટકાવવા ધ્યાન આપી રહી નથી. તેમણે કહ્યું કે પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ આવા કામદારોને આશ્વાસન આપ્યું હતું પરંતુ હવે સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપી રહી નથી.

તેમણે કહ્યું કે અમે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં ચન્ની સરકારે ૨૦ દિવસમાં કાચા કામદારો માટે નોટિફિકેશન બહાર પાડવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે આજે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જલંધર બસ સ્ટેન્ડ પર પંજાબ રોડવેઝ, પનબસ અને પીઆરટીસી કોન્ટ્રાક્ટ વર્કર્સ યુનિયન વતી રાજ્ય સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અચોક્કસ મુદ્દતની હડતાળ સહિત બસોમાં પંજાબ સરકાર સામે ઝુંબેશ શરૂ કરવા અને જાેરશોરથી લડત ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટ વર્કર્સ યુનિયનની માંગ છે કે પંજાબ સરકાર પનબસ અને પીઆરટીસીના કર્મચારીઓ સહિત સમગ્ર પંજાબના કર્મચારીઓને ખાતરી આપે નહીંતર તેઓને સંઘર્ષ કરવાની ફરજ પડશે. જેની તમામ જવાબદારી પંજાબ સરકારની રહેશે. જે રીતે કોન્ટ્રાક્ટ વર્કરો કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે તે જાેઈને લાગે છે કે સીએમ ચન્નીએ જે રીતે સામાન્ય માણસમાં પોતાની ઈમેજ બનાવી છે, તેનાથી તેમની મહેનત ધોવાઈ શકે છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers