Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના ૩ ધારાસભ્ય અને ૪ પૂર્વ મંત્રીઓએ સામુહિક રાજીનામા

શ્રીનગર, દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી હાલમાં સંઘર્ષ કરી રહી છે ત્યાં કોંગ્રેસ પાર્ટીને હવે જમ્મુ-કાશ્મીરમાં મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ચાર ભૂતપૂર્વ પ્રધાનો અને ત્રણ વર્તમાન ધારાસભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સામૂહિક રાજીનામા મોકલી દીધા છે.

આ નેતાઓએ રાજ્યમાં પાર્ટીની સ્થિતિ ખરાબ હોવાના અને તેના વિશે વાત કરવા માટે નેતૃત્વ દ્વારા સમય આપવામાં આવતો ન હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યો અને ભૂતપૂર્વ મંત્રીઓ ૨૩ નેતા ગુલામ નબી આઝાદના નજીકના છે. ગુલામ નબી આઝાદ ઘણી વખત કોંગ્રેસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને અન્ય સુધારાઓ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી સિવાય આ નેતાઓએ રાહુલ ગાંધી અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી રજની પાટિલને રાજીનામું પત્ર મોકલ્યું છે. આ નેતાઓએ નેતૃત્વ પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. રાજીનામું આપનારા નેતાઓએ જમ્મુ-કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ જીએ મીર પર પણ નિશાન સાધ્યું છે. ગુલામ અહમદ મીર પર સીધો પ્રહાર કરતા નેતાઓએ કહ્યું કે તેમના કારણે જ આજે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની હાલત ખરાબ છે. બળવાખોર નેતાઓએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ૨૦૦ નેતાઓ અત્યાર સુધી મીરના નબળા નેતૃત્વને કારણે પાર્ટી છોડીને ભાગી ગયા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી હાલ તેના ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે એક રાજ્યમાં સમાધાન થાય તે પહેલા બીજા રાજ્યમાં સ્થિતિ વિપરીત થઇ જાય છે. પંજાબમાં પણ કોંગ્રેસમાં ખુબ ઘમાસાન થયા બાદ હજુપણ સ્થિતિ બરાબર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.