Western Times News

Gujarati News

પાકિસ્તાને યુએનમાં ફરી કાશ્મીર અંગે આલાપ્યો રાગ તો, ભારતે જોરદાર જવાબ આપ્યો

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દેશના અભિન્ન અંગ છે, જેના પર પાડોશી દેશનો ગેરકાયદેસર કબજાે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના સલાહકાર ડો. કાજલ ભટે પણ પાકિસ્તાનને આતંકવાદીઓનું પીઠબળ ગણાવતા તેના પર નિશાન સાધ્યું હતું.

“પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવા, તેમને તાલીમ આપવા અને પૈસા અને હથિયારોથી પોષણ આપવા માટે જાણીતો દેશ છે. તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓની સૌથી વધુ સંખ્યામાં હોસ્ટિંગ કરવાનો અત્યાચારી રેકોર્ડ ધરાવે છે.

ડો. ભટે કહ્યું, યુએનના સભ્ય દેશો એ હકીકતથી વાકેફ છે કે, પાકિસ્તાન પાસે આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવા અને સક્રિયપણે સમર્થન આપવાનો “સ્થાપિત ઇતિહાસ અને નીતિ” ધરાવે છે. ડો. કાજલ ભટે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિને જવાબ આપતા કહ્યું, ‘આ પહેલીવાર નથી કે, જ્યારે પાકિસ્તાનના પ્રતિનિધિએ અમારા દેશ વિરુદ્ધ ખોટો અને દૂષિત પ્રચાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલા મંચનો દુરુપયોગ કર્યો હોય અને પ્રયાસ કર્યો હોય.

તેના દેશની ઉદાસીન સ્થિતિ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટેના પ્રયત્નો કર્યા છે. આતંકવાદીઓ તેમના દેશમાં છૂટથી ફરે છે. સામાન્ય લોકો, ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકોનું જીવન અહીં મુશ્કેલ બની ગયું છે.

કાજલ ભટે યુએન સુરક્ષા પરિષદમાં ભારત દ્વારા કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ઈસ્લામાબાદને કડક શબ્દો કહ્યા અને પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરના તમામ વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા કહ્યું. “જાેકે, કોઈપણ અર્થપૂર્ણ સંવાદ માત્ર આતંક, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં થઈ શકે છે,” તેમણે કહ્યું. આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. ત્યાં સુધી ભારત સરહદ પારના આતંકવાદનો જવાબ આપવા માટે મક્કમ અને નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખશે.

મૂળ કાશ્મીરના, ડો. ભટે કહ્યું, “જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, જેમાં પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદે કબજા હેઠળના તમામ વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા માટે આહ્વાન કરીએ છીએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.