Western Times News

Gujarati News

માતાજીનાં માંડવામાં સીટી વગાડવાં બાબતે ૨૨ વર્ષનાં યુવકની કરપીણ હત્યા

ગીરસોમનાથ, ઉના તાલુકાનાં ગરાળા ગામનાં યુવક યશપાલસિંહ અખુભા વાળા ઉંમર વર્ષ ૨૨ની મોઠા ગામે કરપીણ હત્યા. હત્યાનું કારણ મોઠા ગામમાં માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો તેમાં યશપાલ સિંહને મોઠા ગામના યુવાનો સાથે સામાન્ય બાબતમાં માથાકૂટ થઈ હતી જેનો રાગદ્વેષ રાખીને રાત્રિનાં ૧ થી ૨ની વચ્ચેનાં સમય દરમિયાન ત્રણ યુવાનો દ્વારા યશપાલ સિંહને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

ગંભીર હાલતમાં આ યુવાનને ૧૦૮ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરનાં ડોક્ટરે યશપાલસિંહને મૃત જાહેર કર્યો હતો.આ સમાચાર મળતા ક્ષત્રિય સમાજના લોકો હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા અને મૃતક યુવાનને ન્યાય મળે એ માટે પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉનાનાં મોઠા ગામે સીટી વગાડવા જેવી નજીવી બાબતે યુવાનની હત્યા થઈ. પાંચ-છ છરીના ઘા ઝીંકી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી હત્?યામાં પરીણામી હતી. મૃતકના કાકાની ફરિયાદનાં આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મુખ્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉના તાલુકાના મોઠા ગામે માતાજીના માંડવામાં બેસવા અને સીટી વગાડવા જેવી સામાન્ય બાબતે બે યુવાનો વચ્?ચે બોલાચાલી થયેલી જેમાં ઉશ્?કેરાયેલા ત્રણ શખ્સોએ તાલુકાના ગરાળ ગામના યુવાન પર છરી વડે હુમલો કરી આડેધડ ઘા મારી હત્યા નિપજાવી નાંખતા અરેરાટી પ્રસરી ગઇ હતી.આ હત્?યાની ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્?ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા.

હત્યા મામલે પોલીસે ગુનો નોંધીં ઝડપી તપાસ આરંભી છે.આ હત્યાના ગુના સંદર્ભે ઉના પોલીસ દ્વારા આરોપી સંજય પરમાર, ચિરાગ પરમાર બંને મોઠા ગામ અને મહિપત ગોહિલ જે કોડીનારનાં સાંઢડીધારનો રહેવાસી છે. તેમની સામે આઈ.પી.સી.ની કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.