Western Times News

Gujarati News

ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના જોતા ખેડૂતોની ચિંતા વધી

પ્રતિકાત્મક

ગાંધીનગર, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી ૪ દિવસ વાતાવરણ યથાવત રહેશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થશે.સાથે પવનની ગતિ તેજ રહેશે.૧૮ અને ૧૯ નવેમ્બરનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સુરત,તાપી,વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ ,આણંદ, દાહોદ,પંચમહાલ જિલ્લામાં ૪૦ કિલોમીટર મીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

ખેડૂતોની ચિંતામાં વધારો- વરસાદી માવઠાંની સંભાવનાને કારણે શિયાળુ પાકને નુક્શાન થઇ શકે છે. વરસાદી માહોલને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતો હાલમાં પાકની સ્થિતિને લઇને ચિંતામાં છે.

રાજ્યમાં લઘુતમ તાપમાન ગગળ્યું- રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો.અને નલિયામાં લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી નોંધાયું.અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી રહ્યું છે. તો અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે.

ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.તો મહત્તમ તાપમાન ઊંચું નોંધાવવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.જાે કે ડિસેમ્બરથી હાથ થીજવતી ઠંડી પડશે.

રાજ્યમાં ઠંડા પવન ફૂંકાયા- આજે રાજ્યમાં પવનની ગતિ તેજ હતી.ઠંડા અને સૂકા પવન ફૂંકાય રહ્યા છે.પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે.અને સામાન્ય વરસાદ થશે.અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યા છે.સૂકા અને ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ કર્યો છે.અને વાતાવરણ ધૂંધળું જાેવા મળ્યું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન હતું કે નવેમ્બર મહિનામાં વાતાવરણ વારંવાર પલટો આવશે.અને પશ્ચિમી વિક્ષેપના કારણે કમોસમી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું હતું.જાે કે વાતાવરણ પલટાના કારણે જીરુંના પાકને અસર પડશે.વિપરીત હવામાનના કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.