Western Times News

Gujarati News

રાજ્યના પૂર્વ આઇપીએસ અધિકારી હરિકૃષ્ણ પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે

અમદાવાદ, ગુજરાતના પોલીસ વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓને નિવૃત્ત આઇએએસ ઓફિસરોની જેમ રાજકીય પાર્ટી અને ચૂંટણીનો ચસકો લાગ્યો છે. ગુજરાત પોલીસના વધુ એક પૂર્વ આઇપીએસ અધિકારી હરિકૃષ્ણ પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જાેડાઇ રહ્યાં છે, જેમને વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં પાર્ટી ટિકીટ આપે તેવી સંભાવના છે.

ગુજરાત કેડરના ૧૯૯૯ની બેચના આ આઇપીએસ અધિકારી પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જમાંથી આ વર્ષે જૂન મહિનામાં વયનિવૃત્ત થયાં છે. અમરેલી જિલ્લાના વતની એવા હરિકૃષ્ણ પટેલનું તાજેતરમાં પાર્ટીના એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ખુદ પણ ભાજપમાં જાેડાવાનો સંકેત આપ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.