Western Times News

Gujarati News

કાશ્મીરના કુલગામમાં સેનાએ ૪ આતકીઓને ઠાર કર્યા, બે જબ્બે

શ્રીનગર, કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે જગ્યાએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામના પૂંબી અને ગોપાલપોરા વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષા દળોને ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે.

વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી બાદ સ્થાનિક પોલીસે સુરક્ષા દળોની મદદથી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક જગ્યાએ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષા દળોએ પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. આતંકવાદીઓએ તેની અવગણના કરી અને ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર શરૂ કર્યો છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.

કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે અત્યાર સુધી ચાલી રહેલા બંને એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો તેમના કામમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં અન્ય આતંકવાદીઓને પણ ખતમ કરી દેવામાં આવશે.

દરમિયાન, પોલીસે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા બે ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી પૂર્વ-તૈયાર આઈઈડી પણ મળી આવ્યા છે.

એક નિવેદનમાં પોલીસે કહ્યું કે પુલવામા પોલીસે સેનાની ૫૫ રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફની ૧૮૨ બટાલિયન સાથે નાકા પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન તેને બે ઓવરગ્રાઉન્ડ વર્કરોને પકડવામાં સફળતા મળી હતી. તેમની ઓળખ અમીર બશીરના પુત્ર બશીર અહેમદ ડાર નિવાસી સિરનુ પુલવામા અને મુખ્તાર અહેમદ બટ્ટ પુત્ર અબ્દુલ જાબેર બટ્ટ નિવાસી મૈત્રી બગ શૌપિયન તરીકે કરવામાં આવી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.