Western Times News

Gujarati News

નોઈડામાં ડિરેક્ટર દંપતી દ્વારા મોલમાં દુકાનના નામે ઠગાઈ

નવી દિલ્હી, આજ કાલ લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવો જ એક કિસ્સો નોઈડામાંથી સામે આવ્યો છે. અહીં મૉલમાં દુકાન આપવાનું કહીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપમાં એક કંપનીના ડિરકેક્ટર દંપતિની ધરપકડ કરવામાં આવી છે. તેઓની ઓળખ ગ્રેટર નોઈડાના પરી ચોક વિસ્તાર સ્થિત જેપી ગ્રીનમાં રહેતા રીતા દિક્ષિત અને વિજય કાંત દિક્ષિત તરીકે થઈ છે. આર્થિક ગુના શાખાનો દાવો છે કે, આરોપીઓએ ૩૦ લોકો પાસેથી ૧૨ કરોડની છેતરપિંડી આચરી હતી.

આર્થિક ગુના શાખાના અધિક પોલીસ કમિશનર આર.કે. સિંહે જણાવ્યું કે, બંને આરોપી જેસી વર્લ્‌ડ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર હતા. ધીરેન્દ્ર નાથ સહિત અન્ય પીડિતોએ ૨૦૨૦માં આ લોકો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. તેઓએ જણાવ્યું કે, કંપનીના વર્લ્‌ડ મૉલ પ્રોજેક્ટમાં બે દુકાનો બુક કરી હતી. જેની શરૂઆત ૨૦૧૪માં થઈ હતી.

આ હેઠળ જેપી ગ્રીંસ વિશ ટાઉન સેક્ટર-૧૨૮ નોઈડામાં દુકાનો આપવાની હતી. લગભગ પોણા બે કરોડથી વધુની કિંમત કંપનીને અનેક હપ્તા પેટે આપી હતી. કંપનીએ એલોટમેન્ટ લેટર આપીને ૩૦ મહિનાની અંદર દુકાનોનો કબજાે આપવાનો વાયદો કર્યો હતો. દોઢ વર્ષથી ત્યાં કોઈ પણ જાતનું કામકાજ થઈ રહ્યુ નહોતું. આ મામલે ડિરેક્ટર્સ સાથે વાત કરવામાં આવી તો તેઓ વાતને ટાળતા હતા.

ઈઓડબલ્યૂને તપાસમાં ખબર પડી કે, કંપનીએ ૨૦૧૫માં નોઈડા ઓથોરિટીને બિલ્ડીંગ પ્લાનની મંજુરી માટે એક આવેદન આપ્યું હતું. જાે કે, કેટલાક કારણોસર તને કંપનીને પરત સોંપવામાં આવ્યું હતું અને ઓથોરિટીએ કેટલાંક દસ્તાવેજાે પૂરા પાડવા માટે નિર્દેશ આપ્યો હતો. નક્કી કરેલી સમય મર્યાદામાં કંપનીએ જવાબ નહીં આપતા તેને રદ્દ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે દંપતિ કંપનીના પ્રમોટર ડિરેક્ટર અને શેરધારક છે. પોલીસની ટીમે સોમવારે આરોપી દંપતિને ઝડપી પાડ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.