Western Times News

Gujarati News

આસારામ આશ્રમમાંથી ગુમ વિજયનો એકાંતવાસમાં ગયાનો ખુલાસો

અમદાવાદ, શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાંથી યુવક રહસ્યમય રીતે ગુમ થવાના કેસમાં નવો વંળાક આવ્યો છે. ટીવી રિપોર્ટ અનુસાર ગુમ થયેલા વિજય યાદવે ઈ-મેઈલ કરીને તે પોતાની મરજીથી એકાંતમાં જઈ રહ્યો છું, જેથી આશ્રમ પર ખોટા આક્ષેપો ન કરવામાં આવે તેવું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર ગુમ થયેલા યુવકે મેઈલમાં જણાવ્યું છે કે, મે મારી મરજીથી ર્નિણય લીધો છે. જેમા કોઈનો દોષ નથી. યુવકે આગળએવું પણ જણાવ્યું છે કે, કે આશ્રમ પર કોઈ આક્ષેપો ન લગાડતા, હુ સમય આવતા પાછો આવી જઈશ. ઉલ્લેખનીય છે કે,

૩ નવેમ્બરના રોજ ૨૭ વર્ષીય વિજય યાદવ હૈદરાબાદના મિત્રો સાથે આસારામ આશ્રમ આવ્યો હતો. ત્યારબાદથી તે રહસ્યમય રીતે ગુમ થયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેથી યુવતના માતા-પિતાએ આસારામ આશ્રમનો સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ ન મળ્યો નહોતો.

જેથી પરિવાર સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મિત્રો સાથે અમદાવાદના આસારામના આશ્રમમાં આવ્યા બાદ વિજય અને તેના મિત્રો આશ્રમમાં શિબિરમાં બેસતા અને ભજન-કીર્તન સહિત આશ્રમની દેખરેખ કરતા હતા. દરમિયાન ૮ નવેમ્બરે જાેધપુર જેલમાં આસારામની તબિયત બગડતા વિજય અને તેના મિત્રો ભેગા મળીને જ્યોત લઈને ત્યાં ગયા હતા અને ત્યાંથી ૧૦ નવેમ્બર પરત આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.