Western Times News

Gujarati News

એક કાર્યકર્તાની જેમ લોકોના કામો કરીશઃ કલાબેન ડેલકર

સેલવાસ, સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે લોકસભાની પેટા ચૂંટણીમાં મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ જનતાનો આભાર જનતાની વચ્ચે જઈને માનવાનો આવકારદાયક ર્નિણય કર્યો હતો જેના ભાગરૂપે આજે કૌંચા અને દુધની પંચાયતના લોકોની વચ્ચે પહોંચ્યા હતાં જ્યાં આભાર સભાના મંચ પરથી તેઓએ આ વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌપ્રથમ અભિનવ ડેલકરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રદેશની જનતાનું અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે જેના કારણે આટલી મોટી અને ઐતિહાસિક જીત મળી છે. પિતાજી મોહનભાઈ ડેલકર પ્રત્યે પ્રદેશની જનતાનો અપાર પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોય શકે ? હું અને માં લોકોની વચ્ચે જઈને પણ લોકોના કામો કરવા કટિબદ્ધ છીએ.

સાંસદ કલાબેન ડેલકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે મોહનભાઈ ડેલકરના અધૂરા સપનાને પૂરા કરવાનાં લક્ષ્ય સાથે આગળ વધીશું. એક કાર્યકર્તાની જેમ કામ કરવાની પણ તૈયારી સાંસદ કલાબેન ડેલકરે બતાવી છે. શિક્ષકોની સમસ્યાઓનુ નિવારણ અને સરકારી નોકરીને સુરક્ષિત રાખવા જ્યાં પણ પહોંચીને લડવા પડે ત્યાં જઈશું

તેવો વિશ્વાસ આભાર સભાના મંચ પરથી આપ્યો હતો.આદિવાસીઓના હક્ક અધિકારો ના રક્ષણ માટે આદિવાસી વિકાસ સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી છે.

આજ રોજ આભાર સભામાં દુધની તથા કૌંચા પટેલાદથી મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. ડેલકર પરિવાર તરફથી તમામ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.