Western Times News

Latest News from Gujarat

આજના નેતાઓએ સરદાર પટેલમાંથી શું શિખવા જેવું છે

સરદારનુૃં સરકારી વાહન તેમના નસીબમાં નહોતુ. તેમના અંગત ફોન કે પત્ર વ્યવહારના ખર્ચનો જુદો હિસાબ રહેતો હતો. એ ખર્ચ સરદાર પોતે અંગત ચુકવતા હતા. દેશ સેવામાં વ્યસ્ત સરદાર પાસે પુત્રી મણીબેન માટે યોગ્ય મુરતિયો શોધવાનો પણ સમય નહોતો’ને મણીબેન આજીવન કુંવારા રહ્યા.

આપણા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન ૩૧મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાય છે. સરદાર પટેલે ૭૧ વર્ષની ઢળતી ઉંમરે જીવન સંધ્યાએે સાવ કથળેલા સ્વાસ્થ્ય વચ્ચે માત્ર માંડ ત્રણેક વર્ષના ગાળામાં નીલકંઠ બનીને અખંંડ ભારતનો આજે દેખાય છે એવો નકશો બનાવ્યો

તે ભારતીય ઈતિહાસની એક અકલ્પનીય ઘટના હતી. એટલે જ તો તેમના જન્મના ૧૪૬ વર્ષ અને તેમના અવસાનના ૭૧ વર્ષ પછી પણ લોકો કહે છે કે આજે સરદાર હોત તો યા સરદાર દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો પ્રજાની આ દીર્ઘકાલીન લાગણી જ દર્શાવે છે કે સરદાર સાચા અર્થમાં અખંડ ભારતના શિલ્પી હતા. સરદારનુૃ સમગ્ર જીવન આજના આપણા રાજ નેતાઓ માટે પ્રેરણારૂપ હતુ.

નાના નાના સરકાર કે સંગઠનમાં હોદ્દા માટે આજે લડતા રાજનેતાઓ એ ત્યાગવૃત્તિ સરદારના જીવનમાંથી શીખવા જેવી છે. પણ, દેશને પ્રજા સૌ ઈચ્છતા હોવા છતાં અને વ્યાપક સમર્થન તથા નેતૃત્વની પૂરી ક્ષમતા હોવા છતાં સ્વેચ્છાએ વડા પ્રધાનપદ જેવો મોટો બંધારીય હોદ્દો ત્યાગવો એ કોઈ નાનો સુનો ત્યાગ નહોતો.

સરદારને અન્યાય કરવાની ન તો કોઈની એ સમયે હિંમત હતી કે નહોતી તાકાત. સરદારે ઈચ્છ્યુ હોત તો તેઓ વડાપ્રધાનપદ મેળવવુ એ સમયે તેમના માટે સામાન્ય રમત હતી. છતાં તેમને રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રના સર્વોચ્ચ પદનો જે ત્યાગ કર્યો તેમાંથી આજ નેતાઓએ ઘણુ શિખવાની જરૂર છે.

જાહેર જીવનની એમની પ્રામાણિકતાને ઈમાનદારી તો રાજકારણમાં આજે પણ દીવો લઈને શોધવા જઈએ તો મળે તેમ નથી. પ૬પ રજવાડાનું એકીકરણ કરનાર સરદારે દરેક રાજયમાંથી વધુ નહીં પણ એકાજ જમીનનો પ્લોટ લીધો હતો તો પણ તેમની પુત્રીને અમદાવાદમાં વૃધ્ધાસ્થામાં ભાડાના મકાનમાં રહેવુ ન પડ્યુ હોત.

આજે જમીન માટે મરીફીટતા આજના નેતાઓ સરદાર પાસેથી ઓટલુ શીખે તો ય ઘણુૃ છે. અવસાન સમયેે સરદાર પાસે ન તો પોતાનું ઘર કે નહોતુ પોતાનુ ગામની સીમમાં એક ખેતર. સ્વિસ બેકની વાત તો બહુ દુરની વાત છે. ભારતની બેંકમાં પણ તેમના અવસાન સમયે ર૧૬ રૂપિયાનું બેલેન્સ હતુ. આજે તો દર ચુૃટણી સમયે નેતાઓની મિલકતો સોગંદનામામાં ઘટવાને બદલે વધતી દેખાતી હોય છે.

અપ્રિય થઈને લોકપ્રિયતાની સહેજ પણ દરકાર કે ચિંતા કર્યા વિના હિંંમતને મુત્સુદ્દીપૂર્વક રાષ્ટ્રહિતમાં મજબુતાઈને સખ્તાઈથી નિર્ણયો લેવાનું આજના નેતાઓએ સરદાર પાસેથી શિખવા જેવું જ છે. આઝાદીની લડત લડનાર દેશનો એક પણ રાષ્ટ્રવાદી મુસલમાન દેશ છોડી જાય તો તે આપણા માટે શરમજનક છે.

પણ, ભારતમાં રહેનાર મુસલમાને ભારતને અને પાકિસ્તાનમાં રહેનાર હિંદુએ પાકિસ્તાનને પોતાનું રાષ્ટ્ર માનવુ જાેઈએ. એવુ સરદાર દ્રઢપણે કહેતા હતા. રાષ્ટ્રવિરોધી ગુૃંડો હિંદુ હોય કે મુસ્લીમ સરદાર માટે બંન્ને સરખા જ ગુનેગાર હતા. કોઈ નિર્દોષ મુસલમાનને ઈજા ન થાય અને કોઈ દોષિત હિંદુ હોય તો છટકી ન જાય એની સરદાર સંપૂર્ણપણે કાળજી રાખતા હતા.પહેલુ રાષ્ટ્ર પછી ધર્મને દરેક ધર્મનો નાગરીક પ્રથમ રાષ્ટ્રનો નાગરીક છે. એવી તેમની દ્રઢ માન્યતા હતી.

સરદારે ગાંધીજીને પણ કહ્યુ હતુ કે મારે રાજ ચલાવવાનુ છે. બંદૂક રાખવી છે, તોપ રાખવી છે. હુૃ ૩૦ કરોડની જનતાનો ટ્રસ્ટી છું. મારી જવાબદારી છે કે હુૃ બધાનુૃ રક્ષણ કરૂ. દેશ પર હુમલો થશે તો હુૃ સહન નહીં કરૂ, કેમ કે મારી જવાબદારી છે.
આજે તો નેતાઓના ચારિત્ર્ય વિશે જાત જાતની ને ભાતભાતની નિત્ય નવી નવી વાતો સાંભળવા મળે છે હવે મોબાઈલના જમાનામાં તો આવી વાતો સીધી વાયરલ જઈ જતાી હોય છે.

એ પછી સારી હોય કે ખરાબ. સરદારના પત્ની સરદાર માત્ર ૩૩ વર્ષની વયના હતા ત્યારે અવસાન પામ્યા હતા. સરદારે ૪૧ વર્ષનુૃં નિષ્કલંક વૈધવ્ય ગાળ્યુ પણ તેમનો કોઈ હરિફ કે દુશ્મન પણ તેમના ચારિત્ર્ય સામે આંગળી ઉઠાવી ન શકે, જ્યારે આજે તો કોણ ચારિત્રવાન છે એ જ કહેવુ મુશ્કેલ થઈગયુ છે. આટલુ જ આજના નેતાઓ સરદારના જીવનમાંથી શીખે તોય બહુ છે.

આજ રાજકારણમાં પરિવારવાદની ભારે બોલબાલા છે. સરદારનું કોઈ પરિવારજન આજેય રાજકારણમાં ક્યાંય છે નહીે. સરદારના અવસાનના ઘણા વર્ષો બાદ પણ તેમના પુત્રી મણીબેનને સંસદમાં મોરારજીભાઈ દેસાઈએ મોકલેલા ત્યારે તેમણે કહ્યુ હતુ કે મણીબેનને એટલા માટેે મોકલુ છુ કે તેના બાપે તેના માટે ગામમાં રહેવા ઘર કે સીમમાં ખાવા ખેતર પણ રાખ્યુ નથી.

સરદાર દિલ્હીમાં હતા ત્યાં સુધી તેમના પરિવારજનોને સ્પષ્ટ કહેલુ કે હુૃ માંદો હોઉ યા તમને ખાવા રોટલો ન મળે તો જ આવજાે. હુૃં દિલ્હી છુ ત્યા સુધી દિલ્હીથી જ બે માઈલ દૂર રહેજાે. દેશના નાયબ વડાપ્રધાનન ગૃહમંત્રીની પુત્રી મણીબેન મ્યુનિસિપલની બસમાં કોલેજમાં જતા હતા.

સરદારનુૃં સરકારી વાહન તેમના નસીબમાં નહોતુ. સરદારના જૂના ધોતિયામાંથી મણીબેનના બ્લાઉઝ બનતા હતા. તેમના અંગત ફોન કે પત્ર વ્યવહારના ખર્ચનો જુદો હિસાબ રહેતો હતો. એ ખર્ચ સરદાર પોતે અંગત ચુકવતા હતા. દેશ સેવામાં વ્યસ્ત સરદાર પાસે પુત્રી મણીબેન માટે યોગ્ય મુરતિયો શોધવાનો પણ સમય નહોતો’ને મણીબેન આજીવન કુંવારા રહ્યા.

અવસાન ટાણે સરદાર પાસે ખાદીના ચાર જાેડ કપડાં, ર૧૬ રૂપિયા બેક બલેન્સ, ર જાેડી ચંપલ, પતરાની એક પેેટી, રેટીંયો, ર ટીફીન અને લોટોને એ પણ એલ્યુમિનિયમનોે . અને એક સગડી એ તેમની મિલકત હતી.ભારતીય રાજનીતિમાં ગાંધીજી પછી સરદાર જ આવા ત્યાગી નેતા હશે.

આજે રાજકારણમાં જ્ઞાતિવાદ એક કન્સરની જેમ જ ફેલાઈને હજુયે વિસ્તરી રહ્યો છે. ત્યારે સરદારે કહ્યુહ તુ કે નાત-જાત ભૂલી ગયેલો માણસ છુ. આખુ હિંદુસ્તાન મારૂ ગામ છે ને અઢારેય વર્ણ મારાભાઈભાંડુ છે. હું નાતજાતના વાડામાંથી બહાર નીકળી ગયેલો માણસ છુ. મુલક (દેશ) ના બંધન તોેડવા માટે જ્ઞાતિના બંધનોમાંથી બહાર નીકળી જવુ જાેઈએ.

આજે તો નેતાઓ ઝેડપ્લસ સિકયુરીટી વચ્ચે પણ લોકો વચ્ચે જતાં ડરે છે. અને કોઈક નેતા તો સંસદસભા કે વિધાનસભા બોલાવતા પણ ડરતા-ગભરાતા હોય છે. સરદાર ભાગલા સમયેે હિંદુ-મુસ્લીમ શીખના હિંસક તોફાનો વચચે પણ પોતાની સુરક્ષાની લેશમાત્ર ચિંતા કર્યા વિના જ અમૃતસરમાં ગાડીના બોનેટ પર ચડીને દિશા ભૂલેલા હિંદુને શીખોને કડક ભાષામાં સમજાવ્યા હતા.‘ને કહ્યુ હતુ કે નિર્દોષને રક્ષણવિહિન સ્ત્રી-પુરૂષોની કતલ કરવી એ શૂરવીરોનું કામ નથી.

અહીંથી બધા મુસલમાનોને સલામત જવા દઈએને ત્યાં બધા ભાઈબહેનોનેે સલામત અહીં લઈ આવીએ એમાં જ દેશનું સાચુ હિત સમાયેલુ છે. નિરાશ્રિતોની સામે લડવુ એ લડાઈ નથી. શરણે આવેલાઓને કે આશરો શોધનારની હતયા કરવાની છુટ માણસાઈ કે લડાઈના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે. આજે દેશ આવા લોખંડી મનોબળ ધરાવતા દશના આધારપુરૂષ સમા સરદારને ઝંખે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers