Western Times News

Gujarati News

વિટામિન સી થી ભરપૂર આમળાંની મોસમ આવી

આમળાં હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ તરીકે જાણીતાં બન્યા છે. એક નાનકડાં આમળાંનું સેવન ર૦ નારંગીના સેવન બરાબર વિટામિન સી શરીરને મળે છે. આમળાં શિયાળામાં જાેવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે.

આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ આરોગ્યને લાભ પહોંચાડે છે. નિયમિત રીતે આમળાંનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે ઃ ૧૦૦ ગ્રામ એટલે લગભગ અડધા કપ આમળાં ખાવાથી શરીરને ૩૦૦ એમજી વિટામિન સી મળે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને દરરોજ જાેઈતા વિટામિન સી કરતાં આ પ્રમાણ બમણું છે.

યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા ઃ આમળામાં મળી આવતા ફાયટોન્યુટ્રિઅન્ટસ અને એન્ટિઓક્સિડન્ટસ મગજના કોષોને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સ સામે મગજને રક્ષણ આપે છે. ડિમેન્શિયાના દર્દીઓમાં યાદશક્તિ વધારવામાં પણ આમળા ખુબ ઉપયોગી છે.

ડાયાબિટીસ મેનેજમેન્ટ ઃ આમળામાં મળી આવતું સોલ્યુબલ ફાઈબર શરીર સરળતાથી પચાવી શકે છે. આ ફાઈબરની મદદથી શરીરમાં શુગર એબ્સોર્બ કરવાની ગતિમાં ઘટાડો થા યછે. ડાયાબિટીસના દર્દીઓમાં આમળાંના સેવનથી બ્લડ શુગર નિયંત્રણમાં રાખી શકાય છે.

પાચનશક્તિમાં વધારો ઃ આમળામાં મળી આવતું ફાઈબર શરીરમાં ખોરાકના પાચન માટે આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે, જેને કારણે આંતરડાં અને પાચનતંત્રને લગતી ગંભીર બીમરીઓ સામે રક્ષણ મળે છે.
આંખની રોશની વધે

આમળાંમાં વિટામિન સીની સાથે સાથે વિટામિન એ પણ ભરપુર પ્રમાણમાં જાેવા મળે છે. વિટામિન એની મદદથી આંખોની રોશની વધે છે.

આહારમાં આમળાંને આ રીતે કરો સામેલ
– સંચળ સાથે આમળાંનું સેવન
– આમળાંનો ફ્રેશ જ્યુસ
– ચ્યવનપ્રાશમાં મુખ્યત્વે આમળાંનો જ ઉપયોગ કરવામાં આવે છે જેને દૂધ અથવા પાણી સાથે અથવા સીધું જ ખાઈ શકાય છે.
– આમળાંનો મુરબ્બો અથવા આમળા જામ પણ ભોજન સાથે ખાઈ શકાય છે.
– આમળાંનું અથાણું
– સવારે એક ચમચી આમળાં પાઉડર એક ચમચી મધ ને ગરમ પાણી સાથે લેવાથી આમળાંના ભરપુર આરોગ્ય વર્ધક લાભ મેળવી શકાય છે.
– આમળાં સોપારી- મીઠાવાળા સૂકાં આમળાં જે માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે. પાચન માટે અને એસિડિટી થતી રોકવા માટે ઉપયોગી સાબિત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.