Western Times News

Gujarati News

દિયોદર તેમજ થરા પંથકમાં સતત અડધો કલાક સુધી વરસાદ

Files Photo

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે ખેતી પાકમાં નુકસાનની સાથે સાથે રોગચાળાની પણ દહેશત ફેલાઇ હતી હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થયુ હતું. જ્યારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠુ થયુ હતું. સતત અડધો કલાક સુધી વરસાદનાં કારણે સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

માવઠાનાં કારણે ખેડૂતોનાં જીવ પણ તાળવે ચોંટયા હતા અને આ બિન મોસમ વરસાદથી ખેતી પાકને નુકસાનની સાથે-સાથે રોગચાળાની દહેશત ફેલાઇ રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં જાે જિલ્લામાં પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ થાય તો અનેક જગ્યાએ ખેતી પાક ને મોટું નુકસાન થાય તેવી ખેડૂતો ને ચિંતા સતાવી રહી છે.

ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હતી, જેના પગલે આજે વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને સાણંદ નજીક પણ વાતવરણમાં પલટો જાેવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જાેવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આગામી ૩થી ૪ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

જાે કે ઉત્તર  ગુજરાતમાં પણ વરસાદ જાેવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.

તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો.

શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો.અને નલિયામાં લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી નોંધાયું.

અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી રહ્યું છે. તો અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.તો મહત્તમ તાપમાન ઊંચું નોંધાવવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.જાે કે ડિસેમ્બરથી હાથ થીજવતી ઠંડી પડશે.

આજે રાજ્યમાં પવનની ગતિ તેજ હતી.ઠંડા અને સૂકા પવન ફૂંકાય રહ્યા છે.પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે.અને સામાન્ય વરસાદ થશે.અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યા છે.સૂકા અને ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ કર્યો છે.અને વાતાવરણ ધૂંધળું જાેવા મળ્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.