Western Times News

Gujarati News

PayTMનાં IPOએ રોકાણકારોને રડાવ્યાં, ડિસ્કાઉન્ટમાં થયું લિસ્ટિંગ

દેશના સૌથી મોટા આઈપીઓ પેટીએમનું આજે બીએસઈ અને એનએસઈ પર ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું છે. જોકે પ્રાઇસથી નીચે લિસ્ટ થવાનો સંકેત પહેલા જ મળ્યો હતો. PayTM IPO listed – 18% Discounting price

પેટીએમના શેરનું 1955 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે. 10 કલાકને 11 મિનિટે પેટીએમનો શેર 18 ટકાના ઘટાડા સાથે 1753.45 પર ટ્રેડ કરી રહ્યો છે..બીજી તરફ સેફાયર ફૂડના આઈપીઓનું ૧૪ ટકા પ્રીમીયમથી લીસ્ટીંગ થયું છે.

ડિજિટલ પેમેન્ટ અગ્રણી Paytmની પેરેન્ટ કંપની One 97 Communications નો IPO 7 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યો હતો. આ દ્વારા કંપનીની રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની યોજના હતી. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 2,080-2,150 રાખવામાં આવી હતી. કંપનીનો IPO 10 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. Paytmનું મૂલ્ય 16 અબજ ડોલર છે.

કંપનીની શરૂઆત 2010 માં કરવામાં આવી હતી. તે ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીઓમાંની એક છે. One97 કોમ્યુનિકેશનના સ્થાપક અને CEO Paytm IPOમાં રૂ. 402 કરોડના શેરનું વેચાણ કરશે.

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશન લિમિટેડનો આઈપીઓ 8 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. પેટીએમની ઈશ્યુ પ્રાઇસ બેંડ 2080-2150 રૂપિયા હતી. જોરકે આઈપીઓ ખૂબ જ ચર્ચા છતાં 1.89 ગણો ભરાયો હતો.

કંપની આઈપીઓ દ્વારા 18,300 કરોડ રૂપિયા એકત્ર કરવા પર કામ કરી રહી છે અને આઈપીઓ દ્વારા આ લક્ષ્ય હાંસલ થવાનો ભરોસો છે

પેટીએમના આઈપીઓના જીએમપીમાં ઘટાડાના કારણો અંગે બજારના નિષ્ણાતો માને છે કે પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. Paytm IPOના સબસ્ક્રિપ્શનના આંકડા અયોગ્ય લાગે છે. નિષ્ણાતોના મતે, ઊંચા મૂલ્યાંકન, મોટા ઇશ્યુ સાઈઝ, સતત નુકસાન અને પડકારજનક નફાના માર્જિન એવા પરિબળો હોઈ શકે છે જે રોકાણકારોને ચિંતિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.