Western Times News

Gujarati News

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદેથી કમલા હેરિસની કરાશે હકાલપટ્ટી?

કમલાનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું : સમયે બાઈડન અને હેરિસની વચ્ચેના સારા તાલમેલની ચર્ચા થઈ રહી હતી પણ હવે સ્થિતિ જુદી

જો બાઈડને અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પરથી ઉતારી દીધા, તો ભારતીય મૂળના કમલા હેરિસ વાઈસ પ્રેસિડન્ટ બન્યાં. ત્યારે બાઈડન અને હેરિસની વચ્ચેના સારા તાલમેલની ચારે તરફ ચર્ચા થઈ રહી હતી. એવો પણ સમય આવ્યો કે, જ્યારે હેરિસનને તેમના બોસ બાઈડન કરતા વધુ લોકપ્રિય ગણાવા લાગ્યા. કદાચ એ જ કારણ રહ્યું હશે કે બાઈડને હેરિસને અલગ કરવાનું નક્કી કરી લીધું.

અમેરિકાના મીડિયામાં આવી રહેલા અહેવાલો મુજબ, પ્રેસિડન્ટ બાઈડને સ્ટ્રેટેજિ અંતર્ગત પોતાની હાથ નીચેના હેરિસને એવા ટાસ્ક આપ્યા, જે ઘણા સંવેદનશીલ હતા અને જેને પૂરા કરવા એ તલવારની ધાર પર ચાલવા જેવું હતું. શરણાર્થીઓ અને મતાધિકારના મુદ્દા પણ એવા જ હતા,

જેમણે બાઈડનની ચાલને સફલ કરી દીધી અને હેરિસની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટવા લાગ્યો. ગત સપ્તાહે જ એક પોલમાં હેરિસનું એપ્રુવલ રેટિંગ ઘટીને માત્ર 28 ટકા, જ્યારે બાઈડનનું 38 ટકા પર આવી ગયું. હવે, અહેવાલો આવવા લાગ્યા છે કે, હેરિસને વ્હાઈટ હાઉસની બહારનો રસ્તો બતાવવાની તૈયારી થઈ રહી છે.

બાઈડન વહીટવટીતંત્રમાં કમલા હેરિસ ઘણા ચર્ચામાં રહ્યા છે, કેમકે તેઓ પહેલા મહિલા વાઈસ પ્રેસિડન્ટ હોવા ઉપરાંત પહેલા અશ્વેત વાઈસ પ્રેસિડન્ટ પણ છે. ત્યારે કહેવાતું હતું કે, હેરિસ ભવિષ્યમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનશે. પરંતુ, આજે જ્યારે બાઈડને તેમને પોતાની ટીમમાંથી વિદાય કરવાનું નક્કી કરી લીધું છે, ત્યારે તેઓ એ વાતને લઈને પણ સતર્ક છે કે દુનિયામાં એ મેસેજ ન જાય કે તેમનો હેરિસ સાથે અણબનાવ થયો છે.

એ જ કારણ છે કે, વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ ટ્વિટર પર વાઈસ પ્રેસિડન્ટના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, હેરિસ પ્રેસિડન્ટ બાઈડનના અગ્રણી સહયોગી હોવા ઉપરાંત મજબૂત લીડર છે, જેમણે દેશના મોટા પડકારોને દૂર કરવાની જવાબદારી ઉઠાવી, પછી તે વોટિંગ રાઈટ્સનો મુદ્દો હોય કે પછી શરણાર્થીઓનો. પરંતુ, મીડિયાના અહેવાલો કંઈક અલગ જ વાત રજૂ કરી રહ્યા છે.

ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકન સંસદ કોંગ્રેસમાં કેટલીક એવી તૈયારીઓ ચાલી રહી છે, જે ઘણા વર્ષોથી નથી થયું તે નવા વાઈસ પ્રેસિડન્ટની પસંદગી કરવાની વાત છે. બાદમાં એક પોડકાસ્ટમાં કહેવાયું કે, તેમને એક પત્ર મળ્યો, જેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, વાઈસ પ્રેસિડન્ટ બદલાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.