Western Times News

Gujarati News

થરાદ, દિયોદર, ભાભર પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદ

File

બનાસકાંઠામાં એક સાથે બે કુદરતી આફતો જોવા મળી. એક તરફ કમોસમી વરસાદની આફત વચ્ચે બનાસકાંઠામાં ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. સવારથી જ બનાસકાંઠાના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે.

પાલનપુરમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. સવારે 3.46 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરથી 61 કિમી તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

એક તરફ જમીની આફત વચ્ચે ઉપરથી વરસાદી આફત પણ બનાસકાંઠામાં જોવા મળી રહી છે. આજે હવામાનમાં આવેલા પલટાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અનુભવાયો છે. જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ મોડી રાતથી જ તૂટી પડ્યો છે.

સવારથી જ લાખણી, થરાદ, દિયોદર, ભાભર પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદ નોઁધાયો છે. તો લાખણીના સેકરા, આગથળા, કોટડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. તો પાડોશી જિલ્લા મહેસાણા અને પાટણમાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું. મહેસાણા, કડી, બહુચરાજી, વડનગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.