Western Times News

Gujarati News

સાબરમતીમાં વૃદ્ધની હત્યા કરનાર ઝડપાયો

Youth suicide in bus

Files Photo

હત્યાનું કારણ સજાતીય સંબંધ હોવાનું બહાર આવ્યું

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં સાબરમતી વિસ્તારમાં રહેતાં એક વૃદ્ધને ગળે છરી મારીને તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરતાં હત્યાનું કારણ સજાતીય સંબંધો હોવાનું આવતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે. આ ગુનામાં શહેર ક્રાઈમ બ્રાંચે હત્યારાની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ચાંદખેડા, ધરતીનગર બંગ્લોઝ ખાતે રહેતાં દેવેન્દ્રભાઈ રાવતને મંગળવારે સોનાનાં દાગીના ખરીદવા અંગેનો ફોન કરતાં તે અચેરગામ, ઠાકોરવાસ ખાતે આવેલાં પોતાનાં જુનાં ઘરે ગયા હતા. બીજી તરફ પતિ પરત ન ફરતાં તેમનાં પત્નીએ તપાસ કરતાં ગળુ કપાયેલી હાલતમાં તેમની લાશ ઘરમાંથી મળી આવી હતી. આ ઘટના અંગે ફરીયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસ તથા ક્રાઈમ બ્રાંચ તપાસમાં જાેડાઈ હતી.

દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારો મારફતે દસ્ક્રોઈ તાલુકાના કુહા ગામે રહેતાં ઉમંગ ઉર્ફે કાનો જશવંતભાઈ દરજી નામનાં શખ્સનું નામ સામે આવતાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેની અટક કરી કડક પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને વૃદ્ધનું ખુન કરી લુંટ ચલાવનાર પોતે જ હોવાનું કબુલ્યું હતું.

દોઢેક વર્ષ અગાઉ ફેસબુક દ્વારા ઊમંગને દેવેન્દ્રભાઈ સાથે મિત્રતા થયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બાદમાં દેવેન્દ્ર રાવત ઉમંગ સાથે સજાતીય સંબંધ રાખવા વાતચીત કરતા હતા. બંને સારંગપુર દરગાહ પાસે મળીને મોબાઈલ નંબરોની આપ-લે કર્યા બાદ વોટ્‌સએપ ચેટીંગ કરતાં હતાં.

એ વખતે પણ દેવેન્દ્રભાઈ સજાતીય સંબંધો રાખવા વાત કરતા હતા. આશર ૨૦ દિવસ અગાઉ બંનેએ સાબરમતી ખાતે દેવેન્દ્રભાઈનાં ઘરે સજાતીય સંબંધ બાંધ્યા બાદ દેવેન્દ્રભાઈ વારંવાર ફોન, મેસેજ તથા અન્ય રીતે ઊમંગને સંબંધો બાંધવા દબાણ કરતા ઉમંગ તેમનાથી તંગ આવી ગયો હતો. ઉપરાંત દેવેન્દ્રભાઈ તેને પોતાના ઘરે આવવાની ધમકી પણ આપતાં પરેશાન ઊમંગે મોકો મળતાં જ તેમનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ ઘટનાનાં દિવસે સવારે સાડા દસ વાગ્યે દેવેન્દ્રભાઈએ સંબંધ બાંધવા ઊમંગને ફોન કરતાં બંનેએ સાંજે મળવાનું નક્કી કર્યું હતું. અગાઉથી જ ખુનનું મન બનાવી ચુકેલ ઉંમગ પોતાની સાથે છરી લઈને ગયો હતો. જ્યાં સંબંધ બનાવવાની ના પાડતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. એ વખતે ઉમંગે છરી વડે ગળા પર ઘા મારતાં દેવેન્દ્રભાઈ તરફડીયા મારવા લાગ્યા હતા.

આ દરમિયાન નાણાંભીડમાં ફસાયેલો ઉમંગ તેમની સોનાની ચેઈન, મોબાઈલ તથા મોટરસાઈકલ લઈ ત્યાંથી નીકળી ગયો હતો અને ચેઈન ઓઢવ ખાતે એક સોનીને ૬૭ હજાર રૂપિયામાં વેચી હતી. જેમાંથી ૩૯ હજાર રૂપિયા પોતાની સ્ત્રીમિત્રને આપી દીધા હતા.

જ્યારે ૨૫ હજાર રૂપિયા તથા મોબાઈલ ફોન મોટરસાયકલનાં ટુલબોક્ષમાં મુકી મોટરસાયકલ કુહા ગામમાં મુકી દીધી હતી. ક્રાઈમ બ્રાંચે કુહા ગામથી મોટર સાયકલ, રૂપિયા તથા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. અને આરોપીને સાબરમતી પોલીસને સોંપી દેવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.