Western Times News

Latest News from Gujarat

કાંકરિયા લેકફ્રન્ટમાં ચાલુ કરી દેવાશે અટલ એક્સપ્રેસ

અમદાવાદ, શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂ કરાયેલી અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના પાટા કટાઈ-ખવાઈ ગયા હોવાથી તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને આગામી તારીખ ૨૫મી ડિસેમ્બર પહેલા અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના પાટા બદલાઈ જશે અને ટ્રેન ચાલુ થઈ જશે તેવું રિક્રિએશન કમિટી ચેરમેને જણાવ્યું હતું.

મ્યનુસિપાલિટી રિક્રિએશન કમિટી ચેરમેન રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ એટલે કે તારીખ ૨૫મી ડિસેમ્બર પહેલા કાંકરિયા લેકફ્રન્ટમાં અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેન ચાલુ થઈ જાય તે માટે ઝડપી ગતિએ કાર્ય કરવા માટેની તંત્રને સૂચના આપવામાં આવી છે.

અગાઉ અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેન જ્યાં દોડતી હતી તે ટ્રેકમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી પાટા કટાઈ-ખવાઈ ગયા હતા. જેથી હાલ અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના ટ્રેકમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કાંકરિયા લેકફ્રન્ટમાં કોરોના વાયરસની મહામારીના કારણે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું નથી. પરંતુ, આ વર્ષે કોરોના વાયરસની મહામારી કાબૂમાં રહેશે તો કાંકરિયા કાર્નિવલના આયોજન વિશે વિચાર કરાશે તેવું એક હોદ્દેદારે જણાવ્યું હતું. તેની સામે મ્યુનિસિપાલિટી રિક્રિએશન કમિટી ચેરમેને કહ્યું કે હજુ સુધી એવી કોઈ વિચારણા કરવામાં આવી નથી.

રિક્રિએશન કમિટીની બેઠકમાં કેટલાંક મ્યુનિસિપાલિટી બગીચાઓમાં રમતગમતના સાધનો તૂટેલા જાેવા મળતા હોવાની ફરિયાદ કરતા ગાર્ડન ખાતાના ડાયરેક્ટ જીજ્ઞેશ પટેલે એવી માહિતી આપી હતી કે શહેરના ૩૫ જેટલા બગીચામાં રમતગમતના સાધન રિપેઈર કરવામાં આવ્યા છે અને બાકીના બગીચાઓમાં પણ તપાસ કરીને રમતગમતના સાધન રિપેઈર કરવામાં આવશે.

દિવાળી બાદ રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે. અને તે બાદથી સતત રાજ્યમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા ૫૪ કેસ નોંધાયા છે. અને તેમાંથી સૌથી વધારે ૨૮ કેસ અમદાવાદમાં નોંધાવવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાએ માથું ઉંચકતા એએમસી પણ એક્શનમાં આવી ગઈ છે. અને અમદાવાદમાં ફરીથી ટેસ્ટિંગ માટેનાં ૪૦ ડોમ શરૂ કરવામાં આવ્યા છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers