Western Times News

Gujarati News

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી

અમદાવાદ, શહેરમાં કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો પણ કહેર જાેવા મળી રહ્યો છે. શહેરમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઇટિસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બરમાં ડેન્ગ્યુના ૧૨૭ કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના ૯૭ કેસ નોંધાયા છે. તો મેલેરિયાના ૧૫ દર્દીઓએ સારવાર લઈ ચૂક્યા છે. બેવડી ઋતુના લીધે રોગચાળાનો ભરડો જાેવા મળી રહ્યો છે.

રોગચાળાને નાથવા માટે AMCએ કરોડો રૂપિયાની દવાનો છંટકાવ કર્યો છે. પરંતુ તેના નક્કર પરિણામ મળ્યા નથી. શિયાળાની શરૂઆત બાદ પણ હજુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હીપેટાઈટીસના દર્દીઓનો ભરાવો યથાવત જાેવા મળી રહ્યો છે.

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને લઈને અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હજુ પણ મચ્છરજન્ય – પાણીજન્ય રોગચાળો યથાવત રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઇટિસના દર્દીઓ સતત સિવિલ હોસ્પિટલની ર્ંઁડ્ઢ માં સારવાર માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૧૨૭ કેસ નવેમ્બર મહિનાના ૧૭ દિવસમાં નોંધાયા છે, જ્યારે સપ્ટેમ્બરમાં ૨૯૬, ઓક્ટોબરમાં ૩૨૭ કેસ નોંધાયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સિવિલમાં ચિકનગુનિયાના ૯૭ કેસ નવેમ્બર મહિનાના ૧૭ દિવસમાં નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં ૧૦૮, ઓક્ટોબર ૧૬૮ કેસ હતા. મેલેરિયાના સપ્ટેમ્બરમાં ૫૮, ઓક્ટોબરમાં ૩૬ કેસો નોંધાયા હતા, જ્યારે નવેમ્બર મહિનાના ૧૭ દિવસમાં મેલેરિયાના ૧૫ દર્દીઓએ સારવાર લીધી છે.

હિપેટાઇટિસના કેસોમાં નવેમ્બર મહિનામાં ૧૭ દિવસમાં ૮૦ દર્દીઓ નોંધાયા છે, જ્યારે સપ્ટેમ્બરમાં ૨૧૨, ઓક્ટોબરમાં ૨૧૭ કેસ નોંધાયા હતા. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી સિઝન વીતી ગઈ હોવા છતાં મચ્છરજન્ય કે પાણીજન્ય રોગો પર નિયંત્રણ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

AMCએ કરોડો રૂપિયાની દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે, શિયાળો શરૂ થઈ જવા છતાંય હજુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હીપેટાઈટીસના દર્દીઓનો ભરાવો યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ઘટ્યા બાદ નોન કોવિડમાં સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓની લાંબી લાઈનો યથાવત છે. સિવિલ હોસ્પિટલની નોન કોવિડમાં ૩૫૦૦ લોકો સારવાર લઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.