Western Times News

Gujarati News

કોરોનાથી મોતમાં સહાય આપવાની થયેલી શરૂઆત

અમદાવાદ,  ગુજરાતમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર મેળવવા માટેના ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની સાથે સુરત અને રાજકોટમાં પણ આ ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. બાકીનાં રાજ્યમાં આ ફોર્મનું વિતરણ ક્યારથી શરૂ થશે એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જરૂરી પુરાવાઓ આપ્યા બાદ વળતર ચૂકવવામાં આવશે.

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના ૩૦ દિવસમાં દર્દીનું મોત થયું હોય તો એને સત્તાવાર રીતે ‘કોવિડ-૧૯થી થયેલું મોત’ ગણવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે. આ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા ૯૫ ટકાથી વધુ મૃતકોના અરજદારો માટે સુપ્રીમકોર્ટના આદેશ બાદ જાહેર કરાયેલી રૂ. ૫૦ હજારની સહાય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે.

અમદાવાદમાં વળતર માટેના ફોર્મ ઉપલબ્ધ થયા છે. છસ્ઝ્રના સિવિક સેન્ટર પરથી ફોર્મ મળી રહેશે. ૬૦ સિવિક સેન્ટર પર ૧૫ હજાર ફોર્મ ઉપલબ્ધ કરાવાયા છે. તો બીજી તરફ, સુરતમાં પણ ફોર્મ મળવાની શરૂઆત થઈ છે. પરંતુ કેટલાક લોકોના મેડિકલ સર્ટિફિકેટમાં કોઝ ઓફ ડેથનું કારણ નથી લખ્યું. જેથી લોકોને વારંવાર સેન્ટર ધક્કા ખાવા પડી રહ્યા છે. કેટલાક લોકોના સર્ટી પર જ કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ છે. જેથી સ્વજનોમાં રોષનું વાતાવરણ જાેવા મળ્યું છે.

ફરી એકવાર અમદાવાદમાં કોરોનાના કેસ કાબૂ બહાર જઈ રહ્યાં છે. કોરોના કેસ વધતા અમદાવાદમાં વધુ ૨ વિસ્તાર માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. છસ્ઝ્ર એ નવરંગપુરા વિસ્તારમાં આવેલ તુલીપ સિટાડેલના જી બ્લોકના ૩ માળને માઈક્રો કન્ટેઈનમેન્ટ કરવાની ફરજ પડી છે. હાલ ૬ પરિવારના મળીને કુલ ૨૦ સભ્યોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

એક એપાર્ટમેન્ટમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર દોડતું થયું છે. અહીં કેટલાક લોકોને કોરોનાના લક્ષણો જાેવા મળતા કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. જાેકે, અગાઉ પણ આ પરિવારો કોરોના પોઝિટિવ થયા હતા. જેથી સાવચેતીના ભાગરૂપે છસ્ઝ્ર એ સમગ્ર બ્લોકના ૨૦ લોકોને માઈક્રો કન્ટેઈમેન્ટમાં સિમિત કર્યા છે. કોરોના ગાઈડલાઇનનો અમલ નહિ કરીએ તો આગામી દિવસમાં શહેરના અન્ય વિસ્તારો પણ માઈક્રો કન્ટેઈમેન્ટમાં મૂકાય તો નવાઈ નહિ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.