Western Times News

Gujarati News

ધો.૯થી ૧૨માં હવે પ્રાકૃતિક ખેતી અંગેના પાઠ ભણાવાશે

File

ગાંધીનગર, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ધોરણ ૯થી ૧૨માં હવે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાનો ર્નિણય કરાયો છે, જેના કારણે ધોરણ ૯થી ૧૨માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરાશે.

ધોરણ ૯થી ૧૨માં અભ્યાસક્રમને વધુ સારું બનાવવા શિક્ષણ વિભાગ અલગ અલગ વિષયો પર વિચારણ કરી રહ્યું છે. જેમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે આર્ત્મનિભર ભારત તરફ વળવા પ્રાકૃતિક ખેતી ખુબ જ જરૂરી છે. જેથી હવે ધોરણ ૯થી ૧૨માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવાનો ર્નિણય કરાયો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાસાયાણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના ભાગરૂપે ધો.૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં ખાસ કરીને ધો.૧૦-૧૧ માં પ્રાકૃતિક ખેતીનો વિષય તરીકે ઉમેરો કરવાનું નકકી કર્યુ છે. ખેતીના પ્રકરણોમાં પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત છણાવટ કરવામાં આવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ૭ અલગ અલગ કોર્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અભ્યાસ કરનારા લોકો આર્ત્મનિભર બની શકે તેવા કોર્ષને મંજૂરી અપાઈ છે. પ્રાકૃતિક ખેતીના અભ્યાસ ધોરણ ૯થી ૧૨માં સમાવાશે, અને સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે વિદ્યાર્થીઓને ભણાવાશે. નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ એનો અભ્યાસ કરીને પગલાં ભરીશું. કોર્ટ જે કહે તે શિરોમાન્ય હોય છે.

પ્રાકૃતિક ખેતીના જાણકારોનું કહેવું છે કે આ કૃષિ એટલી સરળ છે કે તેનાથી જમીનની ફળદ્રુપતા ટકાવી શકાશે. પાણીનો વપરાશ ૭૦ ટકા ઘટશે. આનાથી ગૌમાતા બચશે, આનાથી ખેડુત દેવાદાર બનવાથી બચશે, આ ખેતી પર્યાવરણને બચાવશે, આ કૃષિને કારણે રોગથી મરતા લોકો બચી જશે. આ એક કાર્ય દ્વારા ૬ વસ્તુઓ સાબિત થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.