Western Times News

Gujarati News

કાલુપુર ચોખા બજારના ડ્રાયફ્રૂટના ૧૧ વેપારીઓ પર તોલમાપના દરોડા

પેકીંગ વજન અંગેના નિયમ ભંગ બદલ વેપારીઓને ૯૩ હજારનો દંડ

(એજન્સી) અમદાવાદ, કાલુપુરમાં આવેલા ચોખા બજાર માં ૧૧ જેટલા ડ્રાયફૂટ્રના વપારીઓ પર તોલમાપ ખાતાની ટીમે દરોડા પાડી નિયમ ભંગ બદલ રૂા.૯૩ હજારનો દંડ કર્યો હોવાનું જાણવા મળે છે.

ડ્રાયફ્રૂટના વેપારીઓ સામે દિવાળી પહેલાં કાર્યવાહી કરવા માટે તોલમાપ વિભાગના અધિકારીઓ સમક્ષ ફરીયાદ થઈ હતી. જાે કે તે વખતે કાર્યવાહી થઈ શકી નહોતી. અને હવેે આ વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વિવિધ નિયમ ભંગ બદલ મહત્તમ રૂા.રપ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ દિવાળી પહલાં તોલમાપ વિભાગ સમક્ષ ફરીયાદ કરી હતી. કાલુપુર ચોખા બજારમાં આવેલા ડ્રાયફ્રૂટના વેપારીઓ નિયમોનો ભંગ કરી લોકોને છેતરતા હોવા અગે જણાવ્યુ હતુ.

જાે કે જે તે વખતે તોલમાપ વિભાગ દ્વારા આ વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જાે કે બુધવારના રોજ તોલમાપ વિભાગની ટીમ દ્વારા કાલુપુર ચોખા બજારમાં આવેલા ૧૧ જેટલા વેપારીઓ પર દરોડાની કાર્યવાહીકરી હતી. આ ૧૧ વેપારીઓ પૈકી ર વેપારીઓને પેકીંગ પર તોલમાપ વિભાગના નિયમ મુજબ સાત વસ્તુઓ દર્શાવવાની હોય છે.

તે પૂરેપૂરી દર્શાવી નહોવાનું જણાતા તેમને રૂા.રપ હજાર-રપ હજારનો દં કરવામાં આવ્યો હતો. જ્યારે એક વેપારીએ પેકીંગ કરવા માટેની નોંધણી દર્શાવી નહોવાથી તેને રૂા.ર૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જયારે બાકીના અન્ય વેપારીઓએ પેકીંગ અને વજન માપના ગુનાના ભંગ બદલ દંડ લેવામાં આવ્યો હતો. આમ, કુલ રૂા.૯૩ હજાર જેટલો દંડ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.