Western Times News

Gujarati News

ATSનું પંજાબમાં ઓપરેશનઃ ૬૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં વધુ પાંચ ઝડપાયા

પાકિસ્તાનથી ૧૨૦ કિલો હેરોઇન દરિયાઇ રસ્તે ગુજરાતમાં લવાયું હતું

અમદાવાદ, એટીએસની ટીમે મોરબીના ઝીંઝૂડા ગામે એક સિક્રેટ ઓપરેશન પાર પાડ્યુ હતું. જેમાં પાકિસ્તાનથી આવેલા ૬૦૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાંડમાં વધુ પાંચ આરોપીની એટીએસની ટીમે ધરપકડ કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

એટીએસની ટીમે ગઇકાલે પંજાબમાં ઓપરેશન પાર પાડીને પાંચ શખ્સને ઝડપી પાડ્યા છે. મોરબીના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે પોલીસને સાથે રાખીને સંયુક્ત સફળ ઓપરેશન પાર પાડ્યુ હતું શમસુદ્દીન,૧ ગુલામ હુસેન ભગાડ અને મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની ૬૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

એટીએસની ટીમને બાતમી મળી હતી કે મોરબીથી ૩૫ કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે એટીએસની ટીમે લોકલ પોલીસની મદદ લઇને રેડ કરી હતી. નવલખી પોર્ટ પાસે આવેલા બે મકાનમાં તપાસ કરતાં તેમાંથી ૧૨૦ કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૬૦૦ કરોડ રૂપિયા થાય છે.

ગુલામ જામનગરના સાયલાનો રહેવાસી છે જ્યારે મુખ્તાર હુસેન જામનગરનો રહેવાસી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સનો જથ્થો જામનગરતી લાવવામાં આવ્યો હતો. જેને અમદાવાદ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં પહોંચાડવાનો હતો.

સમગ્ર દેશમાં ચકચારી બનેલા ૬૦૦ કરોડ રૂપિયાના હેરોઇનના કેસમાં ગુજરાત એટીએસની ટીમે ગઇકાલે પંજાબમાં ઓપરેશન પાર પાડીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છેે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.