Western Times News

Gujarati News

વાઇન શોપના માલિકની સાથે PSI વતી લાંચ લેવા જતાં વકીલ ઝડપાયો

પ્રતિકાત્મક

વાઇન શોપના માલિકે ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં ૪૧(૧) મુજબ કેસ કરવા અને અન્ય રીતે મહિલા પીએસઆઈ આરોપીને હેરાન કરતી હતી.

(પ્રતિનિધિ) વલસાડ, વાઇન શોપના માલિક પાસે દારૂ કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી, હેરાન નહીં કરે એવી ખાતરી આપી હતી શોપના માલિકના દીકરાએ આગોતરા જામીન મેળવ્યા છતાં ૪૧ (૧) હેઠળ અટકાયત કરવા ધમકી આપતી હતી. મહિલા PSI વલસાડ પ્રાંત અધિકારીની પત્ની છેપોતાના માનીતા વકીલને કેસ આપવા વાત કરી હતી

વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ ૨૦૨૦માં નોંધાયેલી એક દારૂના કેસમાં સેલવાસના વાઇન શોપના માલિકનું નામ ખૂલ્યું હતું, જેથી વાઇન શોપના માલિકે ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં ૪૧(૧) મુજબ કેસ કરવા અને અન્ય રીતે મહિલા પીએસઆઈ આરોપીને હેરાન કરતી હતી.

આરોપીને હેરાન ન કરવા માટે તેણે રૂ. ૧.૫૦ લાખની માગણી કરી હતી. વાઇન શોપના માલિકે ACB આની જાણ કરી હતી. ACB ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર વચેટિયો વકીલ લાંચની રકમ લેતાં ઝડપાયો હતો. વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ ૨૦૨૦માં નોંધાયેલી દારૂની એક સેલવાસના વાઇન શોપ સંચાલકનું નામ ખૂલ્યું હતું.

નામ ખૂલતાં વલસાડ પીએસઆઈવાય.જે. પટેલે આરોપીને સમન્સ મોકલાવ્યો હતો. વાઇન શોપ સંચાલકે ધરપકડથી બચવા હાઈ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. તે આગોતરા જામીન મેળવ્યા બાદ સિટી પોલીસ મથકે જવાબ નોંધાવવા આવ્યો હતો.

તેમ છતાં ૪૧(૧)ની કલમ લાગુ કરીને ACB જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી.  શોપના માલિકને આ કેસ પોતાના માનીતા વકીલને જ લડવા આપવા દબાણ કરતી હતી, જેની સાથે તેણે રૂ. ૧.૫૦ લાખની લાંચની માગણી કરી હતી. સિટી પોલીસ મથકના PSIએ ધમકી આપતાં ગભરાયેલા વાઇન શોપના માલિકે ACB નો સંપર્ક કર્યો હતો,

જેથી ગાંધીનગર ACB છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચની રકમ સ્વીકારવા વાય.જે. પટેલ વતી તેમના વચેટિયા વકીલ ભરત યાદવે રૂા. ૧.૫૦ લાખની લાંચ સ્વીકારી હતી. તેને ACB ની ટીમે ઝડપી લીધો હતો. ગાંધીનગર ACB છટકામાં વકીલ ઝડપાઇ ગયો હોવાની વાત વાયુ વેગે પોલીસબેડામાં ફેલાતાં વલસાડ સિટી પોલીસ મથક સહિત અનેક પોલીસ મથકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.