Western Times News

Latest News from Gujarat

ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની મોદીએ જાહેરાત કરી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જાેયા છે.

નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા.

ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી.

જાેકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો ર્નિણય કર્યો છે. અને આ સાથે પીએમ મોદીએ હાથ જાેડીને આંદોલનરત ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.

આ સાથે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ખેતી અને દેશના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ સશક્ત કરવા માગતા હતા. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો હેતુ ખેડૂતોને વધુ શક્તિ આપવાનો હતો. તેમને તેમની પેદાશો વેચવા માટે વધુને વધુ વિકલ્પો મળવા જાેઈએ. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી છે.

આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણેખૂણેથી અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો.

પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. આ તમામ બાબતો દેશ આખો જાણે છે માટે તેમાં વધુ નથી કહેવા માગતો પરંતુ અમારી સરકાર હંમેશા દેશ હિતમાં પગલા લેશે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા કાર્યોને ગણાવ્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં તમણે કહ્યું કે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની ૧૦૦૦ થી વધુ મંડીઓને ી-દ્ગછસ્ યોજના સાથે જાેડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચવા માટે પ્લેટફોર્મ આપ્યું છે.

કૃષિ બજારોના આધુનિકીકરણ માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં ૫ ગણું વધ્યું છે. કૃષિ પાછળ દર વર્ષે ૧.૨૫ લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. આપત્તિ સમયે વધુમાં વધુ ખેડૂતોને વળતર મળી રહે તે માટે નિયમો પણ બદલાયા હતા. છેલ્લા ૪ વર્ષમાં ખેડૂત ભાઈ-બહેનોને ૧ લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ૧.૬૨ લાખ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે ૫ દાયકાના મારા જાહેર જીવનમાં મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જાેયા છે. ૨૦૧૪માં જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે અમે કૃષિ કલ્યાણને પ્રાથમિકતા આપી હતી. નાની જમીનની મદદથી નાના ખેડૂતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

પરિવારોનું પેઢી દર પેઢીનું વિભાજન તેને વધુ નાનું બનાવી રહ્યું છે. નાના ખેડૂતના પડકારોને ઘટાડવા માટે બિયારણ, વીમો, બજાર અને બજેટ પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું છે. ગુરુ પર્વના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. દોઢ વર્ષના અંતરાલ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદદાયક છે.

અમારી સરકાર સેવાની ભાવના સાથે દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે. ન જાણે કેટલી પેઢીઓ સપના સાકાર થતા જાેવા માંગતી હતી, આજે ભારત એ સપનાઓને સાકાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers