Western Times News

Gujarati News

નવસારી આપઘાત કેસઃ યુવતીની ડાયરીમાંથી કેટલાક પાના ગુમ: પોલીસનો દાવો

સુરત, ૧૮ વર્ષની યુવતી પર થયેલા કથિત સામૂહિક બળાત્કારની તપાસમાં બહાર આવ્યું છે કે તેની ડાયરીના કેટલાક પાના રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે.

વલસાડ રેલ્વે પોલીસ દ્વારા આત્મહત્યા માટે ઉશ્કેરણી અને સામૂહિક બળાત્કારની ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે વડોદરા સ્થિત સંસ્થા કે જ્યાં યુવતી કામ કરતી હતી તેના મેન્ટોરે છોકરીની ડાયરી અને તેણીની ઇજાઓના ફોટા પણ લીધા હતા.

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, સંસ્થાના મેન્ટોર વૈષ્ણવી તપાનિયાએ યુવતીની ડાયરીના કેટલાક પાનાના ફોટા લીધા હતા અને તે તસવીરો સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્‌સએપ પર મોકલી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ તસવીરો પાછળથી વોટ્‌સએપ પરથી ડિલીટ કરવામાં આવી હતી .

પરંતુ તે કોણે ડિલીટ કરી તે નિશ્ચિત નથી. વલસાડ રેલ્વે પોલીસના સીપીઆઈ બી આર ડાંગીએ નોંધેલી ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે તપાણીયાએ યુવતીને પગમાં થયેલી ઈજાના ફોટા પણ લીધા હતા અને ટ્રસ્ટીઓને મોકલી આપ્યા હતા.

તે ફોટા પણ કાઢી નાખવામાં આવ્યા હતા. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે છોકરીની ડાયરીના કેટલાક પાના કોણે ફાડી નાખ્યા. તેમજ યુવતી જે સાયકલ ચલાવતી હતી તે પણ ગાયબ છે.

ઉલ્લેખનીય છે કે, ૪ નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાંથી યુવતીનો કથિત રીતે આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન, પોલીસને તેની બેગમાંથી કવર પર તેનું નામ લખેલી ડાયરી મળી આવી હતી. તેણીની ડાયરીમાં જાણવા મળ્યું હતું કે તેણી વડોદરાની એક સંસ્થામાં છેલ્લા બે વર્ષથી ફેલોશિપની તાલીમ લઈ રહી હતી. યુવતીએ તેની ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો કે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ ખાતે ઓટો-રિક્ષા ચાલક અને તેના સાથી દ્વારા તેણીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

ડાયરીમાં જણાવવામાં આવ્યું હતું કે જગદીશ લેન પાસે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે આગળ કહ્યું કે બસ ડ્રાઈવરે પાછળથી તેને બચાવી અને તેના મિત્રને બોલાવ્યો જેની સાથે તે નીકળી ગઈ હતી. બસના ડ્રાઈવરે પણ સ્થળ પર બે વ્યક્તિને જાેયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.