Western Times News

Gujarati News

શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો

અમદાવાદ, આ વર્ષે શુક્રવાર અને પૂનમનો સંયોગ આવ્યો હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે દેવદિવાળી નિમિત્તે છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો,

જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે છેલ્લા ૨૨ વર્ષથી દેવદિવાળીના દિવસે શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે. માતાજીને ધરાવવામાં આવેલા ભવ્ય અન્નકુટના દર્શાનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

મંદિરના પૂજારીએ દેવદિવાળીના દિવસેશ્રી વૈભવ લક્ષ્મીમાતાજીને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવાના મહાત્મયની જાણકારી આપતા જણાવ્યું હતું કે, સમુદ્રમંથન વખતે તેમાંથી વૈભવલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિરલક્ષ્મી અને ઐશ્વર્યલક્ષ્મી એમ અષ્ટલક્ષ્મી પ્રગટ થયા હતા.

આ અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા દેવો અને દાનવોએ વિવિધ ફળફળાદિ અને પકવાનોનો નૈવેધ ધરાવ્યો હતો. ત્યારથી સમગ્ર દેશમાં દેવદિવાળીના દિવસે લક્ષ્મીજીના વિવિધ મંદિરોમાં છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.