Western Times News

Gujarati News

આ રણ પ્રદેશમાંથી મળી આવ્યું 4500 વર્ષ જૂનું સૂર્ય મંદિર

કેટલાક પુરાતત્વવિદો મિક્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ પ્રદેશમાં ખનન કરી રહ્યા હતા તે સમયે અચાનક જ પ્રાચીન મંદિર મળી આવતા તેઓ સૌ ચોંકી ઉઠા હતા.

આ મંદિર સૂર્ય દેવનું છે અને તે છેલ્લા ૪,૫૦૦ વર્ષેાથી રણ પ્રદેશમાં દટાયેલું હતું. મિક્રના આકિર્યોલોજિસ્ટના કહેવા પ્રમાણે આ છેલ્લા દશકાનું સૌથી મોટું સંશોધન છે. મિક્રના ફૈરોહ દ્રારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં મિક્રમાંથી બે પ્રાચીન મંદિરોનું ખનન કરવામાં આવેલું છે. જોકે, વોરસો સ્થિત એકેડમી ઓફ સાયન્સીઝમાં ઈજિોલોજીના આસિસ્ટેન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુજોલોના કહેવા પ્રમાણે તેમણે આવી પ્રાચીન વસ્તુઓના સંશોધન માટે ઘણો સમય આપ્યો છે. પરંતુ યારે આવું કશું મળે છે જે સંપૂર્ણ સભ્યતા, સંસ્કૃતિ અને તે સમયના નિર્માણકળા વિજ્ઞાનને દર્શાવે છે તો આશ્ચર્ય થાય છે. ઘણું બધું શીખવા મળે છે.

પુરાતત્વવિદોના કહેવા પ્રમાણે આ મંદિર પાંચમા સામ્રાયના ફૈરોહે બનાવડાવ્યું હતું. તે સમયે તેઓ જીવીત હતા. તેનો ઉદ્દેશ્ય હતો કે, લોકો તેમને ભગવાનનો દરો આપે. બીજી બાજુ પિરામિડસ બનાવડાવાયા હતા યાં ફૈરોહના મૃત્યુ બાદ તેમની કબર બનાવવામાં આવતી હતી જેથી અવસાન બાદ તેઓ ભગવાનનું સ્વપ હાંસલ કરી શકે.

પુરાતત્વવિદોને મિક્રના ઉત્તરમાંથી મળી આવેલા સૂર્ય મંદિર પરથી એવું જાણવા મળે છે કે, દેશમાં અન્ય સૂર્ય મંદિર પણ છે. ત્યાર બાદ દેશભરમાં સૂર્ય મંદિરો માટે સંશોધન કરવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યું કે, મિક્રમાં આવા ૬ સૂર્ય મદિર છે જે ૪,૫૦૦ વર્ષ પહેલા બનાવડાવવામાં આવ્યા હતા. તેમાંથી એક હાલ અબુ ગોરાબ રણ પ્રદેશમાંથી મળી આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.