Western Times News

Gujarati News

રુરલ IT ક્વિઝ નેશનલ ફાઇનલમાં ગુજરાતનો વિદ્યાર્થી રનર-અપ વિજેતા થયો

બેંગાલુરુ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) સાથે જોડાણમાં કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ દ્વારા આયોજિત રુરલ આઇટી ક્વિઝમાં 18 નવેમ્બર, 2021ના રોજ રસપ્રદ રાષ્ટ્રીય ફાઇનલ જોવા મળી હતી. આ બેંગાલુરુ ટેક સમિટ 2021ના ભાગરૂપે યોજાઈ હતી.

આઠ રાજ્યો – કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં સામેલ થયા હતા, જેમાં ઓનલાઇન ટેસ્ટ અને વર્ચ્યુઅલ ક્વિઝ શૉ યોજાઈ હતી – જેમાં તેમને ડિજિટલનો સંપૂર્ણ નવો અનુભવ મળશે. આ કાર્યક્રમમાં ધોરણ 8થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

અગાઉ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજાં હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)એ સમગ્ર રાજ્યમાં એના સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રના નેટવર્ક મારફતે ગુજરાતમાં આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

નેશનલ ફાઇનલ માટે ક્વોલિફાય થયેલા આઠ રાજ્યોના વિજેતાઓ આ હતાઃ

રાજસ્થાન : યશસ્વી જયસ્વાલ – સ્વામી વિવેકાનંદ ગવર્મેન્ટ મોડલ સ્કૂલ, દૌસા
મહારાષ્ટ્ર : ઓજસ રાઉત – યશવંત મહાવિદ્યાલય, વર્ધા
મધ્યપ્રદેશ : પુષ્કર યાદવ – ગવર્મેન્ટ મોડલ હાયર સેકન્ડરી સ્કૂલ, ભીંડ
ગુજરાત : પ્રિયાંશુ સિંહા – કેડીએવી સ્કૂલ જામનગર
છત્તિસગઢ : આયુષ ચૌહાણ – બીએસપી સીનિયર સેકન્ડરી સ્કૂલ, દુર્ગ
ઉત્તરપ્રદેશ : વિશેષ કુમાર – એએસએમ મોડર્ન એકેડેમી, અમરોહા
આંધ્રપ્રદેશ : ગણેશ ભારદ્વાજ – કોમ્મારેડ્ડી ઇએમ હાઈ સ્કૂલ, ક્રિષ્ના
કર્ણાટક : જયંત હેગડે – લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સિરસી

આ આઠ ફાઇનલિસ્ટ વચ્ચે રસપ્રદ સ્પર્ધા 18 નવેમ્બર, 2021ના રોજ વર્ચ્યુઅલી યોજાઈ હતી. ફાઇનલ્સ પાંચ સેગમેન્ટમાં યોજાઈ હતી – બાઇટ ક્લાઉડ્સ, બાઇટ રેકગ્નિશન, બાઇટ કન્ટેક્સ્ટ, બોર્ડરલેસ બાઇટ્સ, બાઇટ્સ એજાઇલ – જેમાં આઇટી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનાં જ્ઞાનની કસોટી થઈ હતી અને તેમને નવું વિચારવા પ્રોત્સાહન મળ્યું હતું.

રુરલ આઇટી ક્વિઝ નેશનલ ફાઇનલ્સના પરિણામો નીચે મુજબ છે:

વિજેતાઃ આયુષ ચૌહાણ – બીએસપી સીનિયર સેકન્ડરી સ્કૂલ, દુર્ગ છત્તિસગઢ

રનર-અપઃ પ્રિયાંશુ સિંહા – કેડીએવી સ્કૂલ જામનગર, ગુજરાત

આ પ્રસંગે મુખ્ય અતિથિ કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી અને એસએન્ડટી, ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને આજીવિકા માટેના આદરણીય મંત્રી ડો. સી એન અશ્વનાથ નારાયણે વિજેતાઓને અભિનંદન આપ્યાં હતાં. કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ,

આઇટી, બીટી તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. ઇ વી રમના રેડ્ડીએ વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ટીસીએસ, બેંગલોરના ઓપરેશન્સના હેડ શ્રી સુનિલ દેશપાંડેએ વિજેતાને ટીસીએસ શૈક્ષણિક શિષ્યાવૃત્તિ રૂ. 1,00,000/- અને રનર-અપને રૂ. 50,000/- એનાયત કર્યા હતા.

અગાઉ કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી અને એસએન્ડટી વિભાગ અને ટીસીએસએ સંયુક્તપણે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં કાર્યક્રમની રાજ્ય સ્તરની ફાઇનલનું આયોજન ઓગસ્ટથી ઓક્ટોબર, 2021 સુધી કર્યું હતું.

આ કાર્યક્રમની 22મી એડિશન હતી અને અત્યાર સુધી કાર્યક્રમ 18 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. આ કાર્યક્રમ ભારતના સહભાગી રાજ્યોમાં નાનાં નગરો અને જિલ્લાઓના વિદ્યાર્થીઓ વચ્ચે આઇટી અંગે જાગૃતિ વધારવામાં મદદરૂપ થશે તથા તેમને ટેકનોલોજીની દુનિયામાં લેટેસ્ટ ડેવલપમેન્ટથી પરિચિત રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.