Western Times News

Gujarati News

રેવન્યુ રેકોર્ડના નમુના ૬, ૭-૧૨, ૮–અ હવે ઓનલાઇન મળી જશે

ડિજિટલી સાઇન્ડ પોર્ટલ પરથી મેળવી શકાશે: નકલ પર કયુઆર કોડ ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓનલાઇન કોઇપણ વ્યકિત, સંસ્થા કરી શકાશે

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ–ગવર્નન્સના માધ્યમ દ્રારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. જેના ભાગપે આજે એક વધુ નક્કર કદમ રાય સરકારે ઉપાડીને દેવ દિવાળીની ભેટ આપી છે.

આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.૬, ૭૧૨, ૮–અ હવે ઓન–લાઇન ઉપલબ્ધ થશે.રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઈન મુજબ સીટીઝન સેન્ટ્રીક સર્વીસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વિભાગે કર્યેા છે.

તેમણે ઉમેયુ કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭૧૨, ૮–અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ–ધરા કેન્દ્રો  ઇ–ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ  નકલ ઓન–લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન–લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ પોર્ટલ પરથી મેળવી શકાશે.

આ નકલ પર કયુઆર કોડ ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન–લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે તેમ તેમણે ઉમેયુ હતુ.  અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાયના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે – પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાયના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.

સેવાઓ ઓનલાઈન કરાવવા બદલ મંત્રીશ્રીએ મહેસૂલ વિભાગ, નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટર અને  સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ  કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.