Western Times News

Gujarati News

ભાગેડુ આર્થિક અપરાધીઓને પરત લાવવા માટે રાજદ્વારી માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે: મોદી

નવીદિલ્હી, મોદીએ કહ્યું, ભાગેડુ આર્થિક અપરાધીઓને પરત લાવવા માટે અમે નીતિઓ અને કાયદા પર ર્નિભર હતા અને રાજદ્વારી માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને રાજદ્વારી ચેનલોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ દેશના હાઈ-પ્રોફાઈલ ભાગેડુ આર્થિક અપરાધીઓને કડક સંદેશ આપ્યો છે. મોદીએ કહ્યું, ‘કેન્દ્ર સરકાર હાઈ-પ્રોફાઈલ ભાગેડુ આર્થિક અપરાધીઓને ભારત પરત લાવવા માટે તમામ રીતે પ્રયાસ કરી રહી છે. આ લોકો પાસે ઘરે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ પર ચર્ચાને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાને કહ્યું, ‘અમે ભાગેડુ આર્થિક અપરાધીઓને પાછા લાવવા માટે નીતિઓ અને કાયદા પર ર્નિભર છીએ અને રાજદ્વારી માધ્યમો પણ ઉપયોગમાં લેવાય છે. સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે કે તમારા દેશમાં પાછા આવો. આ માટે અમે અમારા પ્રયાસો ચાલુ રાખીએ છીએ.

જાે કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ વ્યક્તિનું નામ લીધું ન હતું. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ આર્થિક અપરાધીઓને પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો તેજ કર્યા છે.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સક્રિયતા બતાવીને ડિફોલ્ટરો પાસેથી ૫ લાખ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં રચાયેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની રૂ. ૨ લાખ કરોડની સ્ટ્રેસ્ડ એસેટ્‌સનો નિકાલ કરવામાં પણ મદદ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.