Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૧૦૬ નવા કોરોનાનાં કેસ

નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૨૫.૫૯ કરોડ થઈ ગયા છે. વિશ્વભરમાં, મહામારીની પકડમાં ૫૧.૩ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મહામારી સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ, વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં ૭.૫૯ અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

શુક્રવારે જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, વર્તમાન વૈશ્વિક કેસ ૨૫૫,૯૯૪,૬૯૪, મૃત્યુઆંક ૫,૧૩૧,૧૦૨ છે અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે ૭,૫૯૬,૪૮૩,૦૩૪ છે.

અમેરિકા વિશ્વમાં સૌથી વધુ ૪૭,૫૨૮,૬૦૭ કેસ અને ૭૬૮,૬૫૮ મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોના વાયરસનાં કેસમાં ભારત બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જણાવી દઇએ કે, શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-૧૯નાં ૧૧,૧૦૬ નવા કેસ નોંધાયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૯ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૭૮૯ વધુ લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને સક્રિય કેસલોડ ૧,૨૬,૬૨૦ છે.

દેશમાં હવે કુલ કેસોની સંખ્યા ૩,૪૪,૮૯,૬૨૩ છે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૩,૩૮,૯૭,૯૨૧ છે અને મૃત્યુઆંક વધીને ૪,૬૫,૦૮૨ થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ રસીનાં ડોઝની કુલ સંખ્યા ૧,૧૫,૨૩,૪૯,૩૫૮ છે, જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૭૨,૯૪,૮૬૪ ડોઝ આપવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.